સાસણના એથિઝ ફાર્મહાઉસમાં દારૂ-જુગારની મહેફીલ માણતા રાજકોટ-ગોંડલના 22 ઝડપાયા
મોડીરાત્રે સોમનાથ પોલીસનો દરોડો, ચાર ફોરવ્હીલ, 25 મોબાઈલ અને દારૂ સહિત 41.30 લાખનો મુદ્દામાલ કબ્જે
ગીર સોમનાથ જિલ્લાના સાસણ ગીર ખાતે એક ફાર્મ રીસોર્ટમાંથી દારૂ-જુગારની મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડી રાજકોટના 22 જેટલા શખ્સોની ધરપકડ કરતા રિસોર્ટમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જાણવા મળતી માહિતી મુજબ તાલાલા તાલુકાના સાસણગીર ખાતે આવેલ એથિઝ ફાર્મ નામના રિસોર્ટમાં ગત રાત્રે પોલીસે દરોડો પાડી દારૂની મહેફીલ સાથે જુગાર રમી રહેલા 22 શખ્સોને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા તમામ 22 શખ્સો રાજકોટ અને ગોંડલના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સ્થળ પરથી 4 ફોરવીલ કાર, 25 નંગ મોબાઈલ તેમજ દારૂની બોટલો સહિત કુલ રૂપિયા 41.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે રેઇડ દરમિયાન કુલ 22 આરોપીઓને દારૂૂની મહેફિલ માણતા પકડી પાડ્યા હતા. આ આરોપીઓમાં સાગરભાઇ મનોજભાઇ ડાભી, અક્ષીતભાઇ દિનેશભાઇ વેકરીયા, ઓમભાઇ કિશોરભાઇ ધરડુસીયા, વિરાજભાઇ કિશોરભાઇ ધરડુસીયા, પાર્થભાઇ પ્રફુલભાઇ મારવીયા, મીતભાઇ જીતેન્દ્રભાઇ સરસરીયા, વત્સલભાઇ ચંદ્રેશભાઇ સખીયા, મંથનભાઇ અશ્ચિનભાઇ ગોડંલીયા, હર્ષભાઇ રમેશભાઇ પીપળીયા, પ્રીન્સભાઇ અરવિંદભાઇ હાપલીયા, અંચિતભાઇ રમેશભાઇ વેકરીયા, કુશભાઇ હિરેનભાઇ વસોયા, નિકુંજભાઇ ભવાનભાઇ ટીલાળા, ફેનીલભાઇ મનીષભાઇ સોજીત્રા, મીતભાઇ શૈલેષભાઇ ટીલાળા, જેનીશભાઇ મુકેશભાઇ ટીલાળા, અભીષેકભાઇ વિનોદભાઇ દોંગા, મિલનભાઇ લલીતભાઇ તંતી, રાજભાઇ મુકેશભાઇ વસોયા, હર્ષભાઇ મનીષભાઇ વેકરીયા, અર્જુનભાઇ મુકેશભાઇ મુંગરા અને બીપીનભાઇ દેવજીભાઇ ભલાળા (બધા રાજકોટ અને લોધિકા, ગોંડલના રહેવાસી) તેમજ દીપભાઇ ધનશ્યામભાઇ દોમડીયા (હડમતીયા, તાલાલા, મૂળ જુડવડલી, ગીર ગઢડા)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી 7 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ (મેજીક મુમેન્ટ વોડકા અને ગ્રાન્ડ માસ્ટર પ્લેટીનમ વોડકા), 2 સ્ટીલની ડીશ, 4 કાચના ગ્લાસ, 1 થમ્સઅપની અર્ધભરેલી બોટલ, 2 સ્પ્રાઈટની બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ, 25 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને 4 ફોર વ્હીલર સહિત કુલ 41,30,660 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં. 11186007250774/2025 પ્રોહી.એકટ કલમ-66(1)બી, 65(એએ), 86, 75(એ), 81 મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પો.ઇન્સ જે.એન. ગઢવી, પો.સબ.ઇન્સ પી.વી. ધનેશા, પો.હેડ.કોન્સ ડી.બી. ગાધે, એ.એસ.આઈ આર.પી. ડોડીયા, પી.કે. કાગડા, પો.કોન્સ સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર, આકોલવાડી ઓપી બીટ ઇન્ચાર્જશ્રી એ.એસ.આઈ કે.બી. વાદી, પો.કોન્સ મયુરસિંહ માંડાભાઇ ગોહિલ, શૈલેષભાઇ ઓધડભાઇ સોસા અને મેણસીભાઇ ઉકાભાઇ જાદવનો સમાવેશ થાય છે.