For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇ

12:26 PM Aug 07, 2025 IST | Bhumika
જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇ

10 હજાર થેલીઓના ઓર્ડર પર 30 ટકા ડિસ્કાઉન્ટ અને મફત બોલેરોની ઓફર પણ કરી હતી

Advertisement

જૂનાગઢમાં અલ્ટ્રાટેકની એજન્સી અપાવવાની લાલચ આપી ગઠિયાએ યુવાન બિલ્ડરને લાખો રૂૂપિયાનો ચૂનો ચોપડ્યો. અલ્ટ્રાટેક સિમેન્ટ જેવી જાણીતી કંપનીની ડિસ્ટ્રીબ્યુશન એજન્સી આપવાનું બહાનુ બનાવીને એક અજાણ્યા શખસે મફત બોલેરો ગાડી અને ભારે ડિસ્કાઉન્ટની લોભામણી ઓફર આપી. પ્રેમ ભૂમિતભાઈ કાછડીયા નામના યુવાન બિલ્ડર પાસેથી કુલ રૂા.22.05 લાખની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.

આ બનાવ જૂનાગઢ શહેરના ગીરીરાજ સોસાયટી વિસ્તારમાં રહેતા અને આદિત્ય બિલ્ડર્સ નામે બાંધકામનો ધંધો કરતા યુવક પ્રેમભાઈ કાછડીયા સાથે બન્યો હતો. તેઓએ ઈન્ટરનેટ પર સિમેન્ટની એજન્સી માટે માહિતી શોધી હતી. ત્યાંથી મળેલ નંબર પર સંપર્ક કર્યા બાદ તેમને એક સુશીલકુમાર શાહ નામના શખ્સનો ફોન આવ્યો હતો, જે પોતાને નઅલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીથનો અધિકારી તરીકે ઓળખાવતો હતો.

Advertisement

આ કથિત અધિકારીએ પ્રેમભાઈને કહ્યું કે, જો તમે 10,000 સિમેન્ટની થેલીઓનો ઓર્ડર આપો, તો કંપની તરફથી તમને 30 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને સાથે જ બોલેરો ગાડી મફતમાં આપશો. આ લોભી અને લલચામણી ઓફર સાંભળી પ્રેમભાઈએ વધુ પડતા ઓર્ડર અને પ્રોસેસ માટે ડેપોઝિટ, NOC, ડોક્યુમેન્ટ ચાર્જીસ, જીએસટી, ટ્રાન્સપોર્ટ વગેરેના બહાને ચરણબદ્ધ રીતે રકમ ભરી હતી.

ફરિયાદીએ આશા અને વિશ્વાસમાં આવી રૂૂ.22.05 લાખ જેટલી રકમ ચૂકવી,પ્રેમભાઈએ 10 થી વધુ ટ્રાન્ઝેક્શન દ્વારા ઠગના ખાતામાં મોકલવામાં આવી હતી. ટ્રાન્ઝેક્શનમાં પ્રેમભાઈએ પોતાની વ્યક્તિગત તથા બિઝનેસ ફર્મ આદિત્ય બિલ્ડર્સના બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. દરેક પેમેન્ટ પછી કોઈ નકલી દસ્તાવેજ કે ક્ધફર્મેશન લેટર મોકલાતું રહેતું, જેને જોઈને તેમને લાગે કે વ્યવહાર સાચો છે.

જ્યારે પ્રેમભાઈએ વધુ માહિતી માંગવા કોલ કર્યો ત્યારે ઠગનો નંબર બંધ આવ્યો. તેમને ન તો કોઈ મટિરિયલ પહોંચાડાયું, ન કોઈ બોલેરો આવી, ન કોઈ અધિકારી મળ્યા. આખરે પ્રેમભાઈએ છતરપિંડીની ખબર પડતાં તરત જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પ્રેમભાઈ કાછડીયાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા IPC કલમો તથા આઈટી ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોબાઈલ નંબર, બેંક ડિટેઇલ્સ અને ટ્રાન્ઝેક્શન ટ્રેલના આધારે આરોપીની ઓળખ કરવામાં માટે સાયબર ક્રાઈમની વિશેષ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement