રાવકીમાં 21 મોબાઇલની ચોરી : બે શખ્સો ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
એક જ રાતમાં અલગ-અલગ ત્રણ કારખાના અને એક સ્ટોનક્રશરની ઓરડીમાંથી મજૂરોના 52 હજારના મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ નજીક રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક જ રાતમાં અલગ અલગ 4 કારખાનામાં મજૂરોની ઓરડીમાં ઘુસી બે તસ્કરોએ રૂૂ.52 હજારના 21 જેટલા મોબાઈલ ચોરી લેતા મજૂરોમાં દેકારો બોલી ગયો હતો આ મામલે લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 21 મોબાઈલ ચોરી કરનાર બે શખસો સીસીટીવીમાં કેદ થયા હોય બન્ને શખ્સોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી વિગતો મુબજ મવડીગામ રીયલપ્રા ઈમ પાછળ પોસ્ટ ઓફીસ પાસે આઈશ્રી ખોડીયાર કૃપા મકાન માં રહેતા અને રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ વિશાલ ફાઉન્ડ્રી નામના કારખાનામા સુપરવાઇઝર તરીકે નોકરી કરતા દિવ્યેશભાઈ મોહનભાઈ સોજીત્રાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ કારખાનામાં આશરે 60 જેટલા મજુરો કામ કરે છે. અને તેઓ કારખાનાની ઓરડીમાં જ રહે છે.
ગઇ તા.13/10/25 ના રોજ સવારના આઠેક વાગ્યે દિવ્યેશ કારખાને નોકરીએ આવેલ ત્યારે કંપનીમાં કામ કરતા આઠેક મજુરોએ આવી વાત કરેલ કે કારખાનાની મજુરોની ઓરડીમાંથી આઠેક મોબાઇલ ફોન ચોરી થયા છે. જેમાં પારસનાથ ઉફે સોનુ ક્રિપારામ પાસવાન,હનુમાન બુરાઈ પાસવાન,સંજયભાઈ માધવરાય પાસવાન,સુરેશભાઇ સંતોષભાઇ સોની,અમીતકુમાર વર્મા,મીથીલેશ રાજમણી નિસાદ,નિલેશ સીયારામ પાસવાન,આંબાલાલ હરીરામ પાસવાનનો મોબાઈલ ચોરી થયો હોય દિવ્યેશભાઈએ વિશાલ ફાઉન્ડ્રી કંપનીના સી.સી.ટી.વી.ફુટેઝ ચેક કરતા ગઈ તા-13/10/2025 ના મોડી રાત્રીના સમયે વિશાલ ફાઉન્ડ્રી કંપનીની મજુરોની ઓરડીઓ પાસે બે અજાણ્યા ઇસમો આંટા મારતા દેખાતા હતા આ બન્ને શખ્સોએ કારખાનાની ઓરડીમાં પ્રવેશ કરી આઠ મજુરોના મોબાઇલ ચોરી કરી લઇ ગયેલ હોય.
ઉપરાંત વિશાલ ફાઉન્ડ્રી બાજુમાં આવેલ ભરડીયા (ક્રશર સ્ટોન) ના માલીક મુકેશભાઈ ભુતના મજુરોની ઓરડીમાંથી પણ બે મોબાઈલ તેમજ વિયા હોમવેરના માલીક જીગ્નેશભાઈ વલ્લભભાઈ ફળદુના કારખાનામાં રહેતા મજુરોના કુલ આઠ મોબાઈલ તેમજ એન.વી.મેટલ કારખાના માલીક વિપુલભાઈ ભગવાનજી વસોયાના કારખાનામાં કામ કરતા મજુરોના કુલ ત્રણ મોબાઈલ મળી કુલ 52500ના કુલ 21 મોબાઈલ ચોરી થયા હોય આ બન્ને શખ્સો જે સીસીટીવીમાં દેખાયા હોય જે અંગે લોધિકા પોલીસને જાણ કરી હતી. બન્ને શખ્સોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ ભેદ ઉકેલી નાખ્યો છે.
પકડાયેલા બન્ને શખ્સોએ રાજકોટમાં પણ અનેક ર્સ્ેથળોએ મોબાઈલ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પુછપરછમાં હજુ રાજકોટમાં થયેલી મોબાઈલ ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. રાજકોટ શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ચોરી કરતા આ બન્ને શખ્સોની રિમાન્ડ ઉપર પુછપરછ કરવામાં આવશે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી કાઇમ બી.બી. બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી. એચ. જાદવ તેમજ પીએસઆઈ વી. ડી. ડોડીયા ટીમના દિગ્પાલસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, દિલીપભ ાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, સંજયભાઇ રૂૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલાએ કામગીરી કરી હતી.