અમદાવાદમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ઓડિશાના 3 શખ્સોની ધરપકડ
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લીધા છે. ઓડિસાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાઉડર મોટી માત્રામાં મળી આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટ્રક ઝડપી પસી હતી. જેમાં તપાસ દરમિયાન ટ્રકમાંથી સૂકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મોટી માત્રમાં મળી આવ્યું હતું. અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે ઓડિશાના ત્રણ શખસની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા. વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લીધા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવેલો ગાંજા અને ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ડ્રગ્સનો આ જથ્થો કોને-કોને આપવાનો હતો અને અન્ય કોઇને આ જથ્થો ડિલિવરી કર્યો છે કે નહીં તે સહિતના તમામ સવાલો પોલીસે તપાસ આદરી છે.