For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં ભીમઅગિયારસનો જુગાર રમતા 20 પત્તા પ્રેમીઓની ધરપકડ

12:52 PM Jun 07, 2025 IST | Bhumika
ગોંડલમાં ભીમઅગિયારસનો જુગાર રમતા 20 પત્તા પ્રેમીઓની ધરપકડ

સુલતાનપુર દેરડી અને દાળિયા ગામે પોલીસના 3 દરોડા

Advertisement

ભીમ અગિયારસ નાં જુગાર રમવાનું મહત્વ હોય તેમ ગોંડલ પંથક માં દેરડી,વાછરા અને દાળીયામાં જુગાર રમી રહેલા વીસ જુગારીઓ પોલીસે ઝડપી લીધા હતાં. ભીમ અગિયારસે જુગાર રમતા પત્તા પ્રેમીને પોલીસ લોકઅપની હવા ખાવી પડી હતી. પ્રથમ દરોડામાં સુલતાનપુર પોલીસે દેરડી માં જુની સહકારી મંડળી વાળી શેરીમાં જાહેર માં જુગાર રમી રહેલા રેનીશ રસીકભાઇ ગોળ,તરલ ભાવેશભાઈ સખીયા,રોનક હરીભાઇ મોણપરા,ભૌતિક લાલજીભાઈ કાથરોટીયા,સંદીપ જયસુખભાઇ પરમાર, મયુર કનુભાઈ મકવાણા,રાજ મગનભાઈ સખીયા,દિવ્યેશ રમેશભાઈ ડોડીયા તથા જય અનિલભાઈ ડોડીયાને રોકડ રુ.37,420 સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં તાલુકા પોલીસે વાછરા ગામમાં નદી કાંઠે પીરની દરગાહ પાસે જુગાર રમી રહેલા જેન્તી ગોપાલભાઈ મકવાણા,પ્રકાશ પ્રવિણભાઈ મકવાણા,રાજેશ મનજીભાઈ સોલંકી,વિક્રમ ઘુસાભાઇ ગમારા,મહેશ ગેલાભાઇ મકવાણા તથા અલ્પેશ લક્ષ્મણભાઈ મકવાણાને રોકડ રુ.11010 સાથે જડપી લીધા હતા.તાલુકા પોલીસે બીજો દરોડો દાળીયા ગામે પાડ્યો હતો.દાળીયા શેરીમાં જુગાર રમી રહેલા રાકેશ ધીરુભાઈ મકવાણા,અશ્ર્વીન વેલજીભાઇ મકવાણા,ચિરાગ ધીરુભાઈ મકવાણા,સંદીપ હરસુખભાઇ મકવાણા તથા વિજય બાબુભાઇ ગુજરાતી ને રેકડ રુ.12,060 સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement