લીમડા ચોક નજીક બેન્કની બહાર ધોળે દિવસે વેપારી પાસેથી 2.50 લાખની લૂંટ, ટોળકી ઝડપાઇ
150 ફૂટ રિંગ રોડ પર શિતલ પાર્ક નજીક મોચીનગર શેરી નં.6માં રહેતાં અને ચાંદીનો હોલસેલ વેપાર કરતાં શિફાન અરસાદભાઈ પરમાર (ઉ.વ.25)ને લીમડા ચોક પાસે આવેલી ઉજજીવન બેન્કની બહાર છરી બતાવી, ધમકાવી, મહિલા સહિત ત્રણ લૂંટારૂૂઓએ રૂૂા.2.50 લાખની લૂંટ કર્યાની એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામા એ ડીવીઝન પોલીસને ઉંઘતી રાખી એલસીબી ઝોન ર ની ટીમે બંટી - બબલી સહીત 3 શખ્સોને ઝડપી લીધા હતા અને હાલ તેમનાં પાસેથી મુદામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે.
શિફાન પરમારે પોલીસને જણાવ્યું કે ચાંદીના હોલસેલ વેપારમાં હેત પંચમીયા પણ ભાગીદાર છે. મંગળવારે બપોરે તે ભાગીદાર હેતભાઈ સાથે ઉજજીવન બેન્કમાં ધંધાના રૂૂપિયા ઉપાડવા માટે ગયો હતો.તેના ભાગીદાર બહાર ઉભા રહ્યા હતા, જયારે તે અંદર જઈ અઢી લાખ ઉપાડી તેની પાસે રહેલા ટયુશન બેગમાં રાખી બહાર આવ્યો હતો.આ સમયે તેની સાથે આવેલી અજાણી મહિલા પણ બહાર આવી હતી.
બહાર આવતા ત્યાં ઉભેલા તેના ભાગીદાર જોવા મળ્યા ન હતા. આ સમયે બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને પૂછપરછ કરી બેગમાં શું છે તેમ કહેવા લાગ્યા હતા. તેને તમે કોણ છો તેમ પૂછતાં બંને શખ્સોમાંથી એકે તેના કમરના ભાગે રાખેલી છરી બતાવી આ બેગ અમને આપી દે નહીંતર અમે તને મારી નાખશું તેવી ધમકી આપી હતી.આ સમયે તેની સાથે બેન્કમાંથી બહાર આવેલી અજાણી મહિલાએ તેની પાસેની બેગ ખેંચી જતી રહી હતી.
જયારે આ બંને શખ્સો સફેદ કલરના સ્કુટર લઈને ભાગી ગયા હતા. થોડીવાર બાદ પાર્કિંગ તરફથી તેનો ભાગીદાર આવતા તેને સમગ્ર ઘટનાની વાત કરી હતી. બીજી તરફ ભાગીદારે એવી વાત કરી હતી કે તે બેન્કમાં ગયો ત્યારે એક શખ્સે ત્યાં ઘસી આવી તેની વિશે પુછપરછ કરી તારો જે મિત્ર બેન્કમાં ગયો છે તેને બોલાવ નહીંતર હું તને મારી નાખીશ. તેમ કહી ધમકી આપી જતો રહ્યો હતો. બાદમાં આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામા એ ડીવીઝન પોલીસને ઉંઘતી રાખી એલસીબી ઝોન ર ની ટીમે બંટી - બબલી સહીત 3 શખ્સોને ઝડપી લીધા હતા અને હાલ તેમનાં પાસેથી મુદામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે.
