લીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્ત
લીંબડી-ધંધુકા હાઈવે પર છોટા હાથીમાં કોલસાની આડમાં લઈ જવાતો દારૂૂનો જથ્થો ડીવાયએસપી ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂૂની હેરાફેરી કરતાં શખસની અટકાયત કરાઈ છે. 1918 દારૂૂની બોટલ, મોબાઈલ સહિત 7.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂૂ મંગાવી વેપલો કરનારા પાણશીણા નટરાજ હોટલના માલિક સહિત 4 શખસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લીંબડી-ચુડા તાલુકા વિસ્તારમાં ડીવાયએસપી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી કે લીંબડીથી છોટાહાથી વાહનમાં દારૂૂનો જથ્થો ભરીને ચુડા તરફ જઈ રહ્યો છે.
ડીવાયએસપી વી.એમ. રબારી, સત્યજીતસિંહ ચુડાસમા સહિતની ટીમે ધંધુકા રોડ ઉપર શંકાસ્પદ વાહનોની તપાસ શરૂૂ કરી હતી. બાતમી વાળા છોટાહાથીને રોકીને તપાસ કરતાં કોલસા ભરેલા કોથળાની પાછળ છૂપાયેલી 4.02 લાખની દારૂૂની 1918 બોટલ ઝડપી પાડી હતી. દારૂૂના જથ્થાની હેરાફેરી કરનાર છોટાહાથી વાહનના ચાલક વિપુલ રૂૂપાભાઈ ભરવાડને ઝડપી લેવામાં આવ્યો હતો. મોબાઈલ, વાહન સહિત 7,13,952 રૂૂ.ની મતા જપ્ત કરવામાં આવી હતી. દારૂૂના જથ્થા સાથે પકડાયેલા વિપુલ ચોસલાએ જણાવ્યું હતું કે લીંબડીના કમાલપુર ગામના દેવુભા ઝાલા અને તેમના પાર્ટનર પાણશીણા હાઈવે પર નટરાજ હોટલના માલિક અમરશી મુન્નાભાઈ રાઠોડે દારૂૂનો જથ્થો મંગાવી મને ભરી આપ્યો હતો. કોરડા ગામના નરેશ શ્રીમાળીને દારૂૂનો જથ્થો આપવાનો હતો. દારૂૂનો વેપલો કરનારા ચારેય શખસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.