મોરબી જિલ્લામાં દેશી દારૂ અને આથાનો 1904 લિટર જથ્થો ઝડપાયો
જીલ્લાના વિવિધ પોલીસ મથકની પોલીસ ટીમોએ મેગા કોમ્બિંગ દરમિયાન પ્રસંશનીય કામગીરી કરી હતી જેમાં સીટી એ ડીવીઝન પોલીસે 9 કેસો, બી ડીવીઝન પોલીસે 12 કેસો, તાલુકા પોલીસના 20 કેસ, વાંકાનેર સીટી પોલીસના 8 કેસો, વાંકાનેર તાલુકા પોલીસના 10 કેસો, હળવદ પોલીસના 14 કેસો, માળિયા પોલીસના 5 કેસ અને ટંકારા પોલીસના 09 કેસો મળીને પ્રોહીબીશનના કુલ 87 કેસો શોધી કાઢવામાં આવ્યા હતા.
જેમાં એ ડીવીઝન પોલીસે 100 લીટર દેશી દારૂૂ કીમત રૂૂ 20 હજાર અને આથો લીટર 60 કીમત રૂૂ 1200, બી ડીવીઝન પોલીસે 7800 ની કિમતનો 39 લીટર દેશી દારૂૂ, તાલુકા પોલીસે 59,600 નો 298 લીટર દેશી દારૂૂ, વાંકાનેર સીટી પોલીસે 18 હજારની કિમતનો 90 લીટર દેશી દારૂૂ, વાંકાનેર તાલુકા પોલીસે 11,400 નો 57 લીટર દેશી દારૂૂ અને 4360 ની કિમતનો 218 લીટર આથો, માળિયા પોલીસે 4800 ની કિમતનો 24 લીટર દેશી દારૂૂ અને 350 લીટર આથો કીમત રૂૂ 7000, ટંકારા પોલીસે 95 લીટર દેશી દારૂૂ અને 15 લીટર આથો તેમજ હળવદ પોલીસે 118 લીટર દેશી દારૂૂ અને 440 લીટર આથો તેમજ ઈંગ્લીશ દારૂૂની 10 બોટલ મળીને જીલ્લાની પોલીસે કુલ 821 લીટર દેશી દારૂૂ, 1053 લીટર આથો અને ઈંગ્લીશ દારૂૂની 10 બોટલો સહીત કુલ રૂૂ 1,86,760 નો મુદામાલ કબજે લીધો છે.