For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના ઉમરાળામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 19 વર્ષના યુવાનને 20 વર્ષની સજા

11:59 AM Sep 11, 2025 IST | Bhumika
ભાવનગરના ઉમરાળામાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 19 વર્ષના યુવાનને 20 વર્ષની સજા

સાક્ષી અને પુરાવાને ધ્યાને લઇ પોકસો અદાલતનો ભોગ બનનારને 6.30 લાખ વળતર ચૂકવવા આદેશ

Advertisement

ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા 19 વર્ષના યુવાને એક સગીરા ને લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરનાર 19 વર્ષના આરોપીને અદાલતે 20 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂૂા. 6 લાખ 30 દિવસમાં સરકારે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના આરોપી મુકેશભાઈ ઉર્ફે ગળો ભુપતભાઇ ચીખલીયા ઉ.વ.19 રહે. ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે આ કામના ફરીયાદીની સગીરવયની દીકરી ઉ.વ.15 વર્ષ અને 11 માસ વાળીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના વાલીપણામાંથી અપહરણ કરી ભોગ બનનાર સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં તેણીની સાથે શરીર સંબંધ બાંધી સંભોગ (દુષ્કર્મ) કર્યા ની ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો.

Advertisement

આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગરના મહે. ત્રીજા એડીશ્નલ સેસન્સ અને સ્પે. પોકસો જજ એચ.એસ.દવે ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ગીતાબા પી. જાડેજા ની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને રાખી આરોપી મુકેશભાઈ ઉર્ફે ગળો ભુપતભાઈ ચિખલીયા ને કસુરવાન ઠેરવી આઈ.પી.સી. 363 મુજબના ગુનામાં 3 વર્ષની સજા, કલમ 366 મુજબ 3 વર્ષની સજા, કલમ 376(2)(એફ)(જે)(એમ) મુજબ 10 વર્ષની સજા, કલમ 376(3) મુજબ 20 વર્ષની સજા તેમજ પોકસો એકટ ની કલમ 6 માં 20 વર્ષની સજા અદાલતે ફટકારી હતી. તેમજ ભોગબનનાર સગીરાને વિક્ટીમ કમ્પેન સેસન્સ એક્ટ હેઠળ રૂૂા. 6,00,000 વળતર પેટે સરકાર એ 30 દિવસ માં ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement