બોટાદના પીપળિયા ગામેથી 1872 દારૂની બોટલ સાથે 5.17 લાખનો મુદ્દામાલ ઝડપાયો
બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના ને અનુસંધાને પાળીયાદ પોલીસ સ્ટેશનના PI પી.ડી.વાંદા તેમજ પોલીસ સ્ટાફ ના રામદેવસિંહ ચાવડા,હિતેશભાઈ સોલંકી,મનહરસિંહ પરમાર સહિતના પોલીસ સ્ટાફ ના માણસોએ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પાળીયાદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા પીપળીયા ગામેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ બાબતે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ પાળીયાદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા પીપળીયા ગામે પ્રતાપભાઈ કાથડભાઇ ખાચર ના વંડામાં આવેલ ઢાળીયામાં સંતાડેલ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂૂની રોયલ ચેલેન્જર ફાઇન રિઝર્વ વ્હીસ્કીની 1392 બોટલ જેની કિંમત 3,67,488, મેક ડોલ્સ નં-1 ઓરીઝનલ બ્લેન્ડેડ વ્હિસ્કી ની 480 બોટલ જેની કીંમત 1,49,760 રૂૂપિયા મળી કુલ ભારતીય બનાવટની વિદેશી ઇંગ્લીશ દારૂૂની કુલ 1872 બોટલ સાથે રૂૂપિયા 5,17,248 લાખ નો મુદ્દામાલ ઝડપી લઈ ગુન્હો નોંધવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ઙઈં પી.ડી.વાંદા દ્વારા હાથ ધરવામાં આવી છે...