જામનગરમાં જુગારના ત્રણ દરોડામાં 18 પત્તાપ્રેમીઓ મુદ્ામાલ સાથે પકડાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારના ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 18 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.જુગાર અંગે નો પ્રથમ દરોડો જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજી પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા અખિલેશ બાબુલાલ શાહુ, ભુપેન્દ્ર રામકુમાર કુશવાહા, રાજુ મુન્નાભાઈ રાજભર, વિજય લાલાભાઇ કુશવાહા, અને ડબ્બુ માનશંકર રાજભર ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 11,190 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં ગોકુલ નગર નજીક પાણાખાણ શેરી નંબર 10 માં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ક્રિષ્ના રામમાનંદસિંગ યાદવ, જીતેન્દ્ર ભોલા માવ, અરવિંદસિંગ નંદકિશોર યાદવ, બિજેન્દ્ર સુદામાસિંગ કુશવાહા, સોનુ કુમાર સુરેશભાઈ રવાની, સંચિતરામ ભરતરામ મોચી, હરેરામ નરેન્દ્રરામ બિહારી, નંદકિશોર રામપ્રભુનાથ વ્યાસ અને સરવન નનીરામ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 11,070 થી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જુગાર અંગે નો ત્રીજો દરોડો જામનગરમાં લાલવાડી સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમી રહેલા રાજેશ સોમાભાઈ મકવાણા, દિનેશગિરી રમણિકગીરી ગોસાઈ, યુસુફ કાદરભાઈ મેમણ, અને ટીડાભાઈ બાબુભાઈ પરસોડા ની અટકાયત રદકરીલઈ તેઓ પાસેથી રૂૂપિયા 7,070ની રોકડ રકમ અને ઘોડીપાસાનું સાહિત્ય કબજે કર્યું છે.