મોરબીમાં લક્કી ડ્રોમાં બાઈક જીત્યાનું કહી GSTના નામે 17,944 પડાવી લીધા
ઓવરબ્રિજના કામ ઉપરથી 16 હજારના કેબલ-જોઈન્ટ કલોઝરની ચોરી
મોરબી યદુનંદન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત જોઇને યુવાને ટીકીટ લીધી હતી અને બાઈક જીત્યાનું કહીને વીમા અને જીએસટી માટે રુપિપા આપવાનું કહીને 17,944 ની રકમ પડાવી લીધા બાદ ઇનામ નહિ આપી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે હાલ મોરબીના ટીંબડી પાટિયા પાસે રહેતા ઝલકભાઈ પરષોતમભાઈ રાખોલીયાએ મોબાઈલ નંબર 96724 61936 ના ધારક અને યુપીઆઈ આઈડી ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને ફેસબૂક આઈડીમાં શ્રી યદુનન્દન ગો સેવા સમિતિના નામે લક્કી ડ્રોના નામની જાહેરાત આવી હતી જેથી મોબાઈલ પર સંપર્ક કરી ઇનામી ડ્રોની ટિકિટ લીધી હતી અને મોબાઈલ નંબરથી તમને ઇનામી ડ્રોમાં હીરો હોન્ડા સપલેન્ડર લાગેલ છે કહીને અલગ અલગ વીમા અને જીએસટીના પૈસા ભરવા પડશે કહીને રૂૂ 17,944 લક્કી ડ્રો નામે ઇનામ લાગેલનું કહીને ઈનામ નહીં આપી તેમજ શ્રી યદુનન્દન ગૌશાળામાં સંપર્ક કરવા આવી કોઈ ઇનામી ડ્રો ચાલતા નહીં હોવાનું જણાવ્યું હતું ભોગ બનનાર યુવાને બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેબલની ચોરી
મોરબીના સામાકાંઠે ઓવરબ્રિજ કામગીરી ચાલે છે ત્યારે સ્થળ પર રાખેલ કેબલ અને જોઈન્ટ ક્લોઝર સહીત 16 હજારની મત્તા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અમદાવાદના રહેવાસી અરવિંદસિંગ કરણસિંગ લોધીએ અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 12 ના રાત્રીથી તા. 13ના રાત્રિ દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ નજીક નવા બંધાતા બ્રિજ નીચેથી કંપનીનો સામાન ચોરી થયો છે જેમાં ફરિયાદીની સરકારી કચેરીના એલ એન ટી કંપની દ્વારા નખેલ એન. એફ. એસ. ઑ. એફ. સી. કેબલ આશરે 200 મીટર કિમત રૂૂ 14 હજાર અને તેની સાથે લાગેલ જોઇન્ટ કળોજર કિમત રૂૂ 2000 મળીને કુલ રૂૂ 16 હજારની મત્તા ચોરી કરી ગયા છે મોરબી બી ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.