વિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી
11:37 AM May 16, 2025 IST
|
Bhumika
Advertisement
વિસાવદરના મેઈન બજારમાં આવેલી આસ્થા જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક કાન્તીભાઈ ગીરધરભાઈ ભુવાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગત 25 માર્ચના રોજ સાંજે સાત વાગ્યાના સુમારે બે અજાણી મહિલાઓ દુકાનમાં ગ્રાહક બનીને આવી હતી. તેમણે બુટ્ટીઓ જોવાનું કહ્યું હતું. આ દરમિયાન દુકાનદારની નજર ચૂકવીને 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરી કરી હતી. ચોરાયેલી બુટ્ટીઓનું કુલ વજન 63.300 ગ્રામ છે અને તેની કિંમત રૂૂપિયા 1,98,000 થાય છે.
Advertisement
માતૃ શક્તિ સોસાયટીમાં રહેતા 59 વર્ષીય કાન્તીભાઈ ભુવાએ ઘટના બાદ દોઢ મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિસાવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.પી. વાઘેલાએ આ મામલે તપાસ શરૂૂ કરી છે.
Next Article
Advertisement