ભાવનગરના પાલિતાણામાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ
પાલિતાણામાં 16 વર્ષની સગીરાનું અપહરણ થયાંની ફરિયાદની તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાંનું ખુલતા પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરી પોક્સોની કલમનો ઉમેરો કરી દુષ્કર્મ આચરનારા ત્રણ શખ્સોને ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે એક શખ્સ ફરાર છે. તેમજ આ મામલે મદદગારી કરનાર મહિલાને પોલીસે જેલહવાલે કરી છે.
પાલિતાણા પંથકની એક 16 વર્ષ 1 માસની સગીરાનું ગત તા.22-11ના રોજ બપોરે રૂૂબિનાબેન મહમદભાઈ વસાયાએ અપહરણ કર્યાં અંગેની પોલીસ ફરિયાદ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની પોલીસે તપાસ કરી ગતરોજ પોલીસે સગીરાને શોધીને પુછપરછ કરતા સગીરા ચાલીને વીરપુર તરફ જઈ રહી હતી ત્યારે અશ્વિન ગોરધનભાઈ ચૌહાણ નામનો શખ્સ તેને બાઈકમાં બેસાડી વિરપુર વાડી વિસ્તારમાં આવેલી એક વાડીમાં લઈ ગયો હતો.
જ્યાં વાડીમાં ત્રણ શખ્સોએ અને બીજી રાત્રે પાલિતાણામાં આવેલા એક માર્બલના ગોડાઉનમાં એક શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ગભરાયેલી હાલતે સગીરાએ પોલીસને જણાવતા ઉપરાંત રૂૂબિનાબેને તેને બુરખો પહેરવા આપી બસ સ્ટેશને મુકી ગયા હોવાનું તપાસમાં ખુલતા પોલીસે રૂૂબિનાબેન મહમદભાઈ વસાયાને ઝડપી જેલહવાલે કર્યાં છે. જ્યારે આ મામલે અશ્વિન ગોરધનભાઈ ચૌહાણ, નટુ મનજીભાઈ ચૌહાણ અને મહેશ રમેશભાઈ ચુડાસમા (ત્રણેય રહે.વીરપુર)ને પાલિતાણા પોલીસે ઝડપી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે શૈલેષ મોહનભાઈ મકવાણા (રહે.વીરપુર) નામના શખ્સની શોધખોળ ચાલી રહી હોવાનું પાલિતાણા ટાઉન પીઆઈએ જણાવ્યું છે.