For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપરમાં 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરી 16 વર્ષના સગીરે ગર્ભવતી બનાવી

01:15 PM Nov 03, 2025 IST | admin
શાપરમાં 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરી 16 વર્ષના સગીરે ગર્ભવતી બનાવી

સગીરાનું અપહરણ કરી લઇ જનાર તરૂણને પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી પકડ્યો

Advertisement

રાજકોટ નજીક શાપર-વેરાવળમાં વાલીઓ માટે લાલબતી રૂૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 15 વર્ષની સગીરાને ભગાડી જનાર 16 વર્ષના તરૂૂણે સગીરા ઉપર દુષ્કર્મ ગુજારતા તે ગર્ભવતી બની હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.શાપર પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી સગીરા અને સગીર આરોપીને ઝડપી લઇ પરિવારને સોપ્યા હતા.

શાપર વેરાવળમાંથી ગઇ તા. 4ના રોજ 15 વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પી.આઈ. આર.બી. રાણાએ તપાસ કરતાં અપહૃત તરૂૂણી હાલ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં હોવાની માહિતી મળતા ટીમ મોકલી હતી અને તરૂૂણીને શોધી કાઢી હતી. સાથોસાથ તેને ભગાડી જનાર 16 વર્ષનો તરૂૂણ મળી આવતાં તેની અટકાયત કરી હતી. શાપર લવાયા બાદ મેડીકલ ચેકઅપમાં તરૂૂણી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી તે અંગેની કલમ નોંધવા શાપર પોલીસે તજવીજ હાથ ધરી છે. ધરપકડ કરી છે. આ ઉપરાંત સગીરાનુ અપહરણ કરી તેને ગર્ભવતી બનાવનાર સગીર સામે પોલીસે કાયર્વાહી કરી હતી.

Advertisement

રેંજ આઈજી અશોકકુમાર યાદવ,જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર (વે.) પોલીસ સ્ટેશનના પી.આઈ આર.બી.રાણા સાથે એ.એસ.આઇ. ક્રિપાલસિંહ રાણા તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ધાધલ, જગશીભાઇ ઝાલા, દિનેશભાઇ ખાટરીયા તથા, પો.કોન્સ. લગધિરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, રાજદિપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement