હળવદમાં સરકારી સબસિડીના યુરિયા ખાતરનો 1437 થેલીનો જથ્થો ઝડપાયો
એક તરફ ખેડૂતો ને ખાતર મળી રહ્યું નથી અને લાંબી લાઇનો જોવા મળતી હતી ખાતર ની અછત જોવા મળતી હતી ત્યારે હળવદ માં સરકારી ખાતર નો જથ્થો ઝડપી પાડયો છે હળવદમાં સરકારી સબસીડીના યુરીયા ખાતરનો 1437 થેલી જેટલો મોટો જથ્થો પકડી પાડી પોલીસે અજય રાવલ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ પણ હાથ ધરી છે.
હળવદ પીઆઈ આર.ટી. વ્યાસની ટિમે હળવદ મોરબી ચોકડી પાસે કચ્છ ફુટ માર્કેટ સામે અક્ષર એગ્રીકલ્ચર એન્જી. વર્કસ લખેલ ગોડાઉનમાં રેડ કરી ખેતીવાડી અધિકારીને સાથે રાખી ગોડાઉનમાંથી યુરીયા ખાતરની થેલી કુલ 369 નંગ કિ.રૂૂા. 98339/- તથા ટ્રકમાં રહેલ યુરીયા ખાતરની સફેદ થેલી 700 કુલ કિ.રૂૂ.1,86,550/- તથા ન્યુરો પોર્ટસ ખાતરની થેલી કુલ 118 કિ.રૂૂ.2,06,000/- કૃભકો ખાતરની પ્લા.ની થેલી નંગ 250 કિ.રૂૂ. 66625/- એક ટ્રક રજી ૠઉં-39-ઝ-7104 કિ.રૂૂા. 20,00,000/- સાથે કુલ કિ.રૂૂા. 25,52,114 નો મુદામાલ પકડી ગોડાઉન સંચાલક અજય રાવલ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કેટલા સમય થી આ ખાતર સગેવગે કરવાનું રેકેટ ચાલતું હતું,ગોડાઉન ના માલિક કોણ છે ,ગોડાઉન ના માલિક ને ખબર હતી કે કેમ ,ખેડૂત નું ખાતર કોણ કરતું હતું સગે વગે આ બધા વિષયો પર પ્રશ્ન થાય રહ્યો છે
હાલ તો ખેતીવાડી વિભાગ દ્વારા ગતરોજ મોડી રાત્રે આ કારખાને સીલ મારી દેવામાં આવ્યું છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.