ધ્રાફા ગામે જુગારના 3 દરોડામાં છ મહિલા સહિત 14 ઝડપાયા
માતૃ આશિષ સોસાયટીમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલી 6 મહિલાઓ પકડાઈ
જામનગર શહેર અને જામજોધપુરના ધ્રાફા ગામમાં પોલીસે ગઈકાલે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને છ મહિલા સહિત 14 આરોપીઓની અટકાયત કરી છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે રામેશ્વર નગર નજીક માતૃ આશિષ સોસાયટી માં જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલાઓની અટકાયત કરી લઇ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે શહેરના રામેશ્વર નગર નજીક માતૃઆષિશ સોસાયટી શેરી નંબર ત્રણ માં જાહેર ચોકમાં કેટલીક સ્ત્રીઓ એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહી છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડી એ દરોડો પાડયો હતો, અને નયનાબેન રાજેશભાઈ કંસારા, ચેતનાબેન વિજયભાઈ આહીર, પ્રવિણાબેન ભરતભાઈ ચંદારાણા, નલીનીબેન બાબુભાઈ કોરડીયા, મીનાબા રામદેવસિંહ જાડેજા, બેબલબા હરેન્દ્રસિંહ સોઢા વગેરે છ મહિલાઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 30,210 ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
બીજો દરોડો જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ભારતીય ચલણી નોટો ના નંબર ઉપર એકે બેકી નામનો જુગાર રમી રહેલા ઇમરાન હાસમભાઈ ખીરા, કાસમ અહમદભાઈ ખફી તેમજ રિયાઝ અલી રજબઅલી દામાણી ની અટકાયત કરી તેઓ પાસેથી 10,110 ની રોકડ રકમ કબજે કરી છે. જુગાર અંગે નો ત્રીજો દરોડો જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા કિરણસિંહ અનુભા જાડેજા, કરસનભાઈ લાખાભાઈ ગઢવી, દિપક ળસિંહ જીલુભા જાડેજા, ફોગાભાઈ મેઘાભાઈ પાથરઝ તેમજ ફુલચંદભાઈ મોહનભાઈ વાસાણી સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 20,500 ની રોકડ રકમ અને ત્રણ બાઇક વગેરે સહીત રૂૂપિયા 1,91,000 ની માલમતા કબજે કરી છે.