For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનામાં ગોડાઉનમાંથી ગેરકાયદે અનાજ સાથે વિદેશી દારૂની 1353 બોટલ ઝડપાઇ

11:29 AM Jul 25, 2024 IST | Bhumika
ઉનામાં ગોડાઉનમાંથી ગેરકાયદે અનાજ સાથે વિદેશી દારૂની 1353 બોટલ ઝડપાઇ
Advertisement

જિલ્લા વહીવટી તંત્રના દરોડામાં રૂા.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગીર સોમનાથનાં ઉનામાં જિલ્લાનાં કલેક્ટરને મળેલી બાતમીનાં આધારે પુરવઠા વિભાગની ટીમે શંકાસ્પદ અનાજનાં ગોડાઉન પર રેઈડ કરી હતી. દરમિયાન ગોડાઉનમાંથી અનાજની સાથે દારૂૂનો જથ્થો પણ મળી આવતા ચકચાર ફેલાઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.

Advertisement

ઉના શહેરના ચાર થાંભલા પાસે આવેલ શાક માર્કેટ નજીકના એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા અનાજનો જથ્થો હોવાની બાતમી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મળી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ અધિક કલેકટર રાજેશ આલનાં માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને સંયુક્ત ટીમ બનાવી અને રેઇડ કરવાની સૂચના આપવામાં આવી હતી. રેઇડ દરમિયાન લૂઝ ચોખા, ફોર્ટિફાઇડ ચોખ્ખા સહિત 60 કિ.ગ્રા. ની ભરતીના એક એવા કુલ -194 કટ્ટા, બાલશક્તિના 17 પેકેટ તેમજ વિદેશી દારૂૂની 1353 બોટલ મળી આવી હતી.

આ સમગ્ર મુદ્દામાલની કિંમત રૂૂ. 4.34 લાખ છે. આ સમગ્ર જથ્થો અમરેલી જિલ્લાના ખાંભાના યોગેશગીરી લક્ષ્મણગીરી ગોસ્વામીનું હોવાનું જાણવા મળે છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર કલેકટરની રેડમાં દારૂૂ પકડાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.

ગોડાઉન માલિક હાથમાં ચપ્પલ પકડીને ભાગ્યો
ગોડાઉનમાં અનાજ સંગ્રહ કરી રાખનાર યોગેશગીરીએ પોતે ચકલાંને ચણ નાખવા માટે અનાજ રાખ્યું હોવાનું નિવેદન અધિકારીઓ સમક્ષ આપ્યું હતું. પરંતુ ગોડાઉનમાંથી દારૂૂનો જથ્થો મળી આવતા તે નિવેદન અપૂરું છોડીને હાથમાં ચપ્પલ પકડીને ભાગી છૂટયો હતો. ગોડાઉનમાંથી માલની હેરફેર કરવા રાખેલી રીક્ષા અને વજન કાંટા પણ પકડાયાં હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement