નવા થોરાળામાં સગાઇ થયા બાદ 13 વર્ષની સગીરાને 15 વર્ષનો મંગેતર ભગાડી ગયો
રાજકોટ શહેરમા થોરાળા વિસ્તારમા રહેતી 13 વર્ષની સગીરાને તેનો 15 વર્ષનો મંગેતર ભગાડી જતા સગીરાની માતાએ થોરાળા પોલી મથકમા અપહરણની ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરુ કરી હતી.
થોરાળા વિસ્તારમા રહેતા મહીલાએ દુધસાગર રોડ પર રહેતા એક 1પ વર્ષનાં સગીર વિરુધ્ધ અપહરણની ફરીયાદ નોંધાવી છે જેમા તેમણે જણાવ્યુ હતુ કે તેમની 13 વર્ષની દીકરીની દુધસાગર રોડ પર રહેતા તેનાં જ નજીકનાં કૌટુંબીકનાં 1પ વર્ષનાં પુત્ર સાથે સગપણ કર્યુ હતુ . ત્યારબાદ બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા તેવામા ગઇકાલે રાત્રે દશેક વાગ્યે સગીર દીકરીને તેનો મંગેતર બાઇકમા બેસાડી ફરવા જવાનુ કહી લઇ ગયા બાદ પરત નહી આવતા થોરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી આ ઘટના મામલે પીએસઆઇ મહેશ્ર્વરી તપાસ ચલાવી રહયા છે.
જયારે બીજી ઘટનામા કોઠારીયાનાં મહીલાની 14 વર્ષની દીકરીને અજાણ્યો શખ્સ ભગાડી જતા આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા ગઇ 17 તારીખે મહીલાની તબીયત સારી ન હોવાથી તે તેમની દીકરીને ઘરે મુકીને દવા લેવા ગયા હતા અને ત્યારબાદ તેઓ ઘરે પરત આવતા તેમની દીકરી કયાય જોવા મળી ન હતી અને ત્યારબાદ પરીવારજનોએ સગા સબંધીમા શોધખોળ કરી હતી . પરંતુ કયા મળી ન આવતા આજી ડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.