For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં દલિત મહિલાના ઘર પર 13 શખ્સોનો આતંક

01:07 PM Oct 09, 2025 IST | Bhumika
જામનગરમાં દલિત મહિલાના ઘર પર 13 શખ્સોનો આતંક

જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતી એક દલિત મહિલાના ઘરે જઈને 13 જેટલા શખ્સો એ હંગામો મચાવ્યો હતો, અને ઘરના બારી બારણાં વગેરે તોડી નાખ્યા હતા, ઉપરાંત તેના પરિવારના બે વાહનોને સળગાવી નાખી નુકસાન પહોંચાડ્યાની તેમજ દલિત મહિલાને હડધુત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતી સુમિતાબેન દિનેશભાઈ સિંગરખિયા નામની 50 વર્ષની દલિત મહિલાએ પોતાના ઘરમાં આવી લાકડાના ધોકા પાઈપ વડે હંગામા મચાવી ધાક ધમકી આપવા અંગે તેમજ બાથરૂૂમ તથા મુખ્ય દરવાજાના બારી બારણા તોડી નાખવા અંગે ઉપરાંત પોતાના ઘરના ફળિયામાં રાખવામાં આવેલા બે ટુ-વ્હીલર કે જેને આગ ચાંપી દઈ સળગાવી નાખવા અંગે 13 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

જામનગરના સુભાષ પરા વિસ્તારમાં રહેતા રીટાબેન ઉર્ફે બેનાબેન રોહિતભાઈ લીંબડ, રોહિત ચંદુભાઈ, જગદીશ વિજયભાઈ વરરાણીયા, જસુબેન સુરેશભાઈ પરમાર, મેહુલ રાજેશભાઈ સાકરીયા, શીતલ કેશુભાઈ વરાણીયા, પૂજા રાજેશભાઈ વરાણીયા, જયેશ સિહોરા, સુમિત રાજુભાઈ વરાણીયા, મિત્તલ સુરેશભાઈ વરાણીયા, દેવરાજ ઉર્ફે બચ્ચું કેસુભાઈ વરાણીયા, જીત રોહિતભાઈ અને મિહિર રાજેશભાઈ વરાણીયા સહિત 13 સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સુમિતાબેનના પુત્ર નીતિને આરોપીના પરિવારના સભ્ય ઉપર છરી વડે હુમલો કર્યો હોવાથી તે હુમલાખોર આરોપી નીતિનને શોધવા માટે સમગ્ર પરિવાર સુમિતાબેનના ઘેર આવી પહોંચ્યો હતો, અને પોતાને હડધૂત કરવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે. જે મામલે પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

અંબાલા ગામમાં 21 ઘેટા-બકરાની ચોરી
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામમાં ઘેટાં બકરાના ચોરો ત્રાટક્યા હતા, અને એક પશુપાલકના વાડામાંથી 21 જેટલા ઘેટા બકરાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ જોડીયા પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતે છે કે જોડિયા તાલુકાના અંબાલા ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બીજલભાઇ ભીખાભાઈ લાંબરીયા નામના ભરવાડ યુવાને જોડિયા પોલીસ મથકમાં જાહેર કર્યા અનુસાર પોતાના વાડામાંથી રૂૂપિયા 1,68,000 ની કિંમત ના 21 જેટલા ઘેટાં બકરાની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભરવાડનો પરિવાર ગત 7મી તારીખે પોતાના ઘેર સૂતો હતો, જે દરમિયાન તેઓના વાડામાં રાખવામાં આવેલા ઘેટા બકરા પૈકીના આઠ બકરા અને 11 માદા ઘેટા સહિત કુલ 11 જેટલા અબોલ પશુઓની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાનું ફરિયાદના જણાવ્યું છે. પીએસઆઇ કે.ડી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement