For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં જુગારના 13 દરોડા, 58 શખ્સો પકડાયા

11:57 AM Aug 19, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગરમાં જુગારના 13 દરોડા  58 શખ્સો પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સાતમ-આઠમના તહેવારોમાં જુગારની મૌસમ પુરબહારમાં ખીલી હતી. ત્યારે પોલીસે પણ ઠેરઠેર દરોડા કરીને 13 દરોડા કરીને જુગાર રમતા 58 જુગારીયાઓને રોકડ અને મોબાઈલ સહિત રૂૂપીયા 4,57,420ની મત્તા સાથે પકડી લીધા હતા. થાનના અભેપર અને ધ્રાંગધ્રાના હીરાપુરમાં થયેલા દરોડામાં 3 જુગારીયાઓ ફરાર થઈ ગયા હતા.

Advertisement

વઢવાણના ખારવા રોડ પર આવેલ હુડકો સોસાયટીના રાવળવાસમાં રમાતા જુગાર પર એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં રાકેશ પ્રવીણભાઈ ધ્રાંધેસા, સંજયસિંહ સામતસિંહ રાઠોડ, પવન જેઠાભાઈ જાદવ, મહાવીરસિંહ હરીસિંહ બારડ, જીતેન્દ્ર રજનીભાઈ મકવાણા, હાજી મહમદઈસ્માઈલભાઈ લાકડા, વનરાજસિંહ અભેસંગ મકવાણા રોકડા રૂૂપીયા 2,26,900, રૂૂપીયા 40,500ના 8 મોબાઈલ ફોન મળી કુલ રૂૂપીયા 2,67,400ની મત્તા સાથે પકડાયા હતા. જયારે સાયલાના જશાપર ગામે જુગાર રમતા દેવા જશુભાઈ ચૌહાણ, અશોક કનુભાઈ ચૌહાણ, અરવિંદ હેમુભાઈ કટોસણા, સુરા છેલાભાઈ કટોસણા, હમીર છેલાભાઈ કટોસણા, રમેશ કાનાભાઈ શેખ, સુરેશ રામાભાઈ બોહકીયા, વલકુ રઘુભાઈ ગોઢકીયા અને ભુપત ભીખાભાઈ વિરમગામા રોકડા રૂૂપીયા 21,850, રૂૂપીયા 41 હજારના 9 મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપીયા 62,850 સાથે પકડાયા હતા.

આ ઉપરાંત જોરાવરનગરના સુભાષ રોડ પર આવેલ રહેણાક મકાનમાં મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં દિનાબેન પ્રફુલ્લકુમાર સેજપાલ, કીરણબેન દીપકભાઈ સોલંકી, ભારતીબેન નીતીનભાઈ શાહ, વિરબાળાબેન બીપીનભાઈ મઠીયા, વિણાબેન હસમુખભાઈ દોશી, લોપાબેન પ્રફુલ્લભાઈ સેજપાલ રોકડા રૂૂપીયા 13,020 અને રૂૂપીયા 45 હજારના 6 મોબાઈલ ફોન સાથે કુલ રૂૂપીયા 58,020ની મત્તા સાથે ઝડપાયા હતા. અને ધ્રાંગધ્રા તાલુકાના ભારદથી પેઢડાના મારગે જુગાર રમતા કાળુ જશુભાઈ સોલંકી, યોગેશ લીલાધરભાઈ રાઠોડ, કાળુ તળશીભાઈ ઉઘરેચા અને હકા નરશીભાઈ સાવરીલીયા રોકડા રૂૂપીયા 15,770 સાથે પકડાયા હતા. બીજી તરફ વઢવાણ તાલુકાના દેદાદરા ગામે પગીવાસમાં પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં અશ્વીન જગદીશભાઈ કુન્તીયા, વિષ્ણુ ભગવાનભાઈ કુન્તીયા, વિષ્ણુ મનસુખભાઈ પનારા, અશ્વીન ઘનશ્યામભાઈ કુન્તીયા, જગદીશ વિનુભાઈ પરમાર, અનીલ ઘનશ્યામભાઈ ચૌહાણ રોકડા રૂૂપીયા 13,960 સાથે પકડાયા હતા. તથા ધ્રાંગધ્રાના હીરાપુર ગામે જુગાર રમતા રાજુ લાલજીભાઈ વીરાણી અને શાંતીલાલ જેરામભાઈ દાદરેચા રોકડા રૂૂપીયા 13,450 સાથે પકડાયા હતા.

Advertisement

આ દરોડામાં દીલીપસીંહ ભરતસીંહ ફરાર થઈ ગયો હતો. જયારે સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ પર ગાય સર્કલ પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા વિષ્ણુ થોભણભાઈ ડાભી, ગોપાલ ભાયાભાઈ સોલંકી, વિશાલ હીરેનભાઈ મુંધવા અને રવી રાણાભાઈ પરમાર રોકડા રૂૂપીયા 8230 સાથે પકડાયા હતા. અને સુરેન્દ્રનગરના અંબા મીકેનીક પાંછળ કડીયા સોસાયટીના નાકે જુગાર રમતા મહેશ લક્ષ્મણભાઈ મકવાણા, ધર્મેશ ધીરૂૂભાઈ ઝાલા, રવિરંજન ભૈયાલાલ શુકલ અને મહેશ વાલજીભાઈ જોગી રોકડા રૂૂપીયા 8,130 સાથે પકડાયા હતા. આ ઉપરાંત ચુડા પોલીસની ટીમે કુડલાથી ભેંસજાળ જવાના રસ્તે વીજ સબ સ્ટેશન પાછળ આવેલ સરકારી ખરાબામાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સીરાજ યુનુસભાઈ ભદ્રેશીયા, રમજાન ઉર્ફે કમો મહેમુદભાઈ ઠાસરીયા અને ઈરફાન મહેમુદભાઈ ઠાસરીયા રોકડા રૂૂપીયા 1690 સાથે પકડાયા હતા. બીજી તરફ થાનના અભેપર ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રણજીત નરશીભાઈ મીઠાપરા અને દશરથ કાળુભાઈ ઝેઝરીયા રોકડા રૂૂપીયા 3360 સાથે ઝડપાયા હતા.

આ દરોડામાં ગોરધન છનાભાઈ ઝેઝરીયા અને લાલજી વેરશીભાઈ મીઠાપરા ફરાર થઈ ગયા હતા. તથા વઢવાણના મફતીયાપરામાં જુગાર રમતા વિશાલ કિશનભાઈ રાફુકીયા, આકાશ કિશનભાઈ રાફુકીયા, જીવણ ઉર્ફે જીગો દીલીપભાઈ રાફુકીયા અને અમર સુરેશભાઈ રાફુકીયા રોકડા રૂૂપીયા 1690 સાથે પકડાયા હતા. અને રતનપર મીલની ચાલીમાં જુગાર રમતા ઈસ્માઈલ કાળુભાઈ ભટ્ટી, સદ્દામ ઈરફાનભાઈ શાહ અને ઈબ્રાહીમ મહમદભાઈ માણેક રોકડા રૂૂપીયા 1440 સાથે પકડાયા હતા. જયારે દસાડા તાલુકાના મીઠાઘોડા ગામે રામજી મંદીર પાસે જુગાર રમતા જશવંત જગાભાઈ મકવાણા, રાહુલ ભોપાભાઈ ઝીંઝુવાડીયા, અનીલ રામાભાઈ ઝીંઝુવાડીયા અને રવી કાળુભાઈ પ્રજાપતી રોકડા રૂૂપીયા 750 અને રૂૂપીયા 500ના 1 મોબાઈલ ફોન સાથે કુલ રૂૂપીયા 1250ની મત્તા સાથે પકડાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement