ભાવનગરના કતપર લાઇટ હાઉસ, મણાર અને ખરેડમાં જુગાર રમતા 13 ઝડપાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર, ખરેડ અને અલંગ તાબેના મણાર ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 13 શખ્સને રૂૂ.32 હજાર રોકડા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કતપર ગામ લાઇટ હાઉસ વિસ્તારમાં આવેલ ગોપાલભાઈ પાંચાભાઈ બાંભણિયાના ઘર પાસે લાઈટના અજવાળે જુગાર રમતા 05 ઇસમો સંજય દેવજીભાઈ ગોહિલ,અરવિંદ દેવજીભાઈ બારૈયા,કાંતિ પાંચાભાઈ બાંભણિયા,અરવિંદ વીરાભાઇ ડોળાશિયા અને સાગર ધીરભાઈ સોલંકી ( રહે.તમામ કતપર ) ને રોકડા રૂૂ.15,900/- સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મહુવા ગ્રામ્ય પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મહુવા તાલુકાના ખરેડ ગામમાં આવેલ ધાર વિસ્તારમાં જુગાર રમતા 04 શખ્સ ભનુ ગીગાભાઇ ભીલ,દેવજી બિજલભાઈ બાંભણિયા, ભનુ મંગળભાઈ બારૈયા અને કનુ ચીંથરભાઈ ડોળાશિયા ( રહે.તમામ ખરેડ) ને રોકડા રૂૂ.4060/- સાથે ઝડપી લીધા હતા.આ ઉપરાંત એલસીબી પોલીસ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મણાર ગામમાં જુગાર રમતા 04 શખ્સ શંકરસિંગ ઉર્ફે મુકેશસિંગ ફતેહ બહાદુરસિંગ,સુરજ મોહનપ્રસાદ ગુપ્તા,મહેન્દ્ર શ્રીસાધુરામ સોનકર અને બજેન્દ્રસિંગ રામશરૂૂસિંગ રાજપૂત ( રહે.તમામ મણાર ) ને રોકડા રૂૂ.12,760/- સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.