For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ

01:10 PM Nov 17, 2025 IST | admin
ગોંડલના કેશવાડામાં 12 વર્ષની છાત્રા ઉપર દુષ્કર્મ  બે શખ્સોની ધરપકડ

સ્કૂલેથી ઘરે જતી છાત્રાને વાડી વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનાર અને મદદ કરનાર સામે ગુનો નોંધાયો

Advertisement

ગોંડલ નાં કેશવાડા ગામ માં અભ્યાસ કરતી બાર વર્ષની છાત્રા પર ગામમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ તેના મિત્રએ મદદ કરી હતી. આચરતા બનાવ અંગે બાળકી ની માતાએ સુલતાનપુર પોલીસ મથક માં ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મ કરનાર તથા તેને મદદગારી કરનાર શખ્સ ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ કેશવાડા રહેતી બાળા સાંજે સ્કુલે થી છુટી ઘરે આવેલી બાળાને ગામમાં રહેતાં અજય તથા મયુર ઉર્ફ મયલો ફોસલાવી બાઇક માં બેસાડી સીમ માં આવેલ વાડી વિસ્તારમાં લઇજઇ અજયે બાળા પર દુષ્કર્મ કર્યુ હતુ.
બાદમાં ઘરે પરત ફરેલી બાળાએ પોતાના ભાઇને બનાવ અંગે વાત કરતા સાંજે મજુરી કામેથી માતા પિતા ઘરે પરત ફરતા તેમને જાણ કરાઇ હતી.દરમ્યાન તેની માતાએ સુલતાનપુર પોલીસ માં અજય તથા તેની મદદગારી કરનાર મયુર ઉર્ફ મયલા સામે ફરિયાદ કરતા પીઆઇ. ખાચરે બન્નેને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે એસીએસટી સેલ નાં ડીવાયએસપી પટેલે આગળ ની તપાસ હાથ ધરીછે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement