દમણથી દરિયા માર્ગ 5.43 લાખનો દારૂ ઘૂસાડનાર 12 શખ્સો રાજકોટથી ઝડપાયા
દમણથી દરિયામાર્ગે થી કોડીનારમાં વિદેશી દારૂૂ ઘુસાડવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. કોડીનારના વેલણ ગામે દરિયાકાંઠા પરથી રૂૂા.5.43 લાખનો 44 પેટી વિદેશી દારૂૂ પકડાયો હોય તેની તપાસમાં આ દારૂૂનો જથ્થો દમણથી દરિયાઈ માર્ગે કોડીનાર સુધી આવી પહોંચ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે કોડીનાર પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતા દારૂૂના ધંધા સાથે સંકળાયેલા અન્ય 20 શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.આ પ્રકરણમાં સંડોવાયેલા 12 શખસોની રાજકોટ ઝોન-2 એલસીબીની ટીમે રાજકોટથી ધરપકડ કરી કોડીનાર પોલીસ હવાલે કર્યો હતા.
તા.27 ઓક્ટોબરના રોજ કોડીનારના વેલણ ગામે લાઈટ હાઉસ ખાતે પોલીસને બાતમીને આધારે દરોડો પાડી 44 પેટી વિદેશી દારૂૂ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. ત્રણે ઈસમોની સધન પૂછપરછ કર્યા પછી આ શરાબ કાંડમાં સંડોવાયેલા અન્ય 20 ના નામ ખુલ્યા હતા. કોડીનારના રૂૂા. 5.43 લાખના દારૂૂના કેસમાં 256 પેટી શરાબ લઈ નાસી છૂટેલા શખ્સો પૈકી બાર શખ્સોની રાજકોટ ખાતેથી રાજકોટ ડીસીપી ઝોન-2 એલસીબીની ટીમે ઝડપી લઇ કોડીનાર પોલીસને સોંપી આપ્યા છે. જેમાં મોહસીન ઓસમાણ હાલાઈ, નાથા લખમણ સોલંકી, શેલેષ જગુ કામળીયા, જુબેર હાજી પણાવઢુ, અજય મોહન ભરડા, કલ્પેશ લખમણ વાજા, અર્જુને લાખા રાઠોડ, મોહીત પ્રકાશ વંશ, જયેશ ભુપત રાઠોડ, અય બાબુ કામળિયા, અરફાને હારુન પાણાવટુ સતીષ અરજણ કામળીયાનો સમાવેશ થાય છે. હજું આ કેસમાં 5 જેટલા શખ્સો અને 3 અજાણ્યા હોડી વાળા પોલીસ પક્કડથી દૂર હોય જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈની સુચનાથી એલસીબી ઝોન-2 ના પીએસઆઈ આર.એચ. ઝાલા, એ.એસ. આઇ. જે.વી. ગોહિલ, હરપાલસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા,અંકીતભાઇ નીમાવત,અનીલભાઇ જીલરીયા, પ્રશાંતભાઇ ગજેરાએ કામગીરી કરી હતી.
