For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડીના નટવરગઢમાં જુગાર કલબ પર દરોડો પાડી 12 શખ્સોને ઝડપી લીધા

12:50 PM Sep 13, 2025 IST | Bhumika
લીંબડીના નટવરગઢમાં જુગાર કલબ પર દરોડો પાડી 12 શખ્સોને ઝડપી લીધા

લીંબડી તાલુકાના નટવરગઢ ગામે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં 12 શખ્સો ઝડપાયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ અને કાર મળીને કુલ રૂૂપિયા 3.17 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો હતો.

Advertisement

લીંબડી પોલીસે નટવરગઢ ગામે રામરજપર જવાનાં માર્ગ પર ગોરધનભાઈ શેઠના ગલ્લા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં (1) દિલીપ ઉકાભાઈ વેગડ (2) ચંદુ ઉકાભાઈ વેગડ (3) પ્રવિણ દિલીપભાઈ વેગડ (4) મહાદેવ મનશુખભાઈ કાલીયા (5) રાજેશ રામજીભાઈ કાલીયા તમામ રહે. નટવરગઢ (6) ગોપાલ ભગવાનભાઈ બદ્વેશીયા (7) વિષ્ણુ ભગવાનદાસ બરોલીયા (8) ખોડુભા ડાયાભા જાદવ (9) લાલો રતુભાઈ સોલંકી તમામ રહે. મોજીદડ (10) કિશોર પાલજીભાઈ વાઢેર રહે.વઢવાણ (11) ધનશયામ લક્ષ્મણભાઈ નાગડુકીયા રહે.સાકળી (12) કિશોર શીવાભાઈ પટેલ રહે. સુરેન્દ્રનગરને ઝડપી પાડયા હતાં પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂૂ.66,770, 8 મોબાઈલ કિં.રૂૂ.31,000, 1 ઓટો રિક્ષા કિં.રૂૂ. 70,000, એક કાર કિં.રૂૂ. 1,50,000 મળીને કુલ રૂૂપિયા 3,17,770નો મુદામાલ કબજે કરીને તમામ શખ્સો વિરૂૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement