જીઓ ટાવરના મેન્ટેનન્સના નામે રિલાયન્સ કંપનીને 12 કરોડનો ધુંબો
2018થી 2023 સુધીમાં કર્મચારી-વેન્ડરે ખોટા બિલો મૂકી ઉચાપત કરી
અમદાવાદમાં આવેલ ખાનગી કંપની રિલાયન્સ જીઓના ટાવર મેન્ટેનન્સને લઈ કરોડો રૂૂપિયાની ઉચાપત થવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીમાં જ કામ કરતા વેન્ડર અને કર્મચારીએ મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી કરોડો રૂૂપિયાની હેરાફેરી કરી હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદમાં રિલાયન્સ જીઓમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી કરોડો રૂૂપિયાની ઉચાપત કંપનીમાં જ કામ કરતા વેન્ડર અને કર્મચારીએ કરી છે. બન્ને આરોપીઓ ઘણા સમયથી કંપનીમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી કંપનીમાંથી પૈસા વસુલતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી આશરે 12 કરોડથી વધુ રકમની ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ છે. આ ગુનામાં આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રિલાયન્સ જીઓમાં કામ કરતા વેન્ડર અને કર્મચારી વર્ષ 2018 થી લઈને 2023ના સમયગાળામાં કંપનીમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજૂ કરતા હતા અને કંપનીમાંથી પૈસા વસુલતા હતા. આ દરમિયાન તેઓએ કંપનીમાં ટાવર મેન્ટેનન્સના નામે ખોટા બિલો રજુ કરી આશરે 12 કરોડ રૂૂપિયાની ઉચાપત કરી છે. આ સમગ્ર મામલો ઉજાગર થતા આર્થિક ગુના નિવારણ શાખાએ બન્ને આરોપીઓની ઘરપકડ કરી છે અને આ ગુનામાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.