ભાવનગરમાં ચોખાની આડમાં રાજસ્થાનથી આવેલા ક્ધટેનરમાંથી 11,852 દારૂની બોટલ મળી આવી
ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસે મોતીતળાવ વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોતીતળાવ વીઆઈપી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
પોલીસે મોગલ માતાના મંદિર પાસે પાર્ક કરેલા ક્ધટેનરની તપાસ કરી હતી. ક્ધટેનરમાં ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. ક્ધટેનરમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 11,852 બોટલ દારૂૂ અને 550 કટ્ટા ચોખા મળી આવ્યા હતા.
ઘટના સમયે ક્ધટેનર પાસે કોઈ વ્યક્તિ હાજર ન હતી. પોલીસે ક્ધટેનરને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ટ્રક ચાલક, ભાવનગરમાં દારૂૂ મંગાવનાર અને રાજસ્થાનથી દારૂૂનો જથ્થો મોકલનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસે દારૂૂનો જથ્થો, ચોખાના કટ્ટા, ટ્રક અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂૂપિયા 38,49,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.