ભાટિયા ગામે બે સ્થળોએ જુગાર દરોડામાં 10 મહિલાઓ ઝડપાઈ
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે એક મંદિર પાસેથી પોલીસે ગત સાંજે જુગાર દરોડાની કાર્યવાહીમાં ચાર્મીબેન અશોકભાઈ ગોકાણી, બંસીબેન કિરીટભાઈ ગોકાણી, ભાવનાબેન મહેન્દ્રભાઈ દાવડા અને ઉર્વીબેન કુનાલભાઈ ગોસાઈને રૂૂ. 2,580 ના મુદ્દામાલ સાથે જ્યારે શંકર ટેકરી વિસ્તારમાંથી મલુબેન હમીરભાઈ બથવાર, ગીતાબેન દેવાભાઈ બથવાર, દેવીબેન ડાયાભાઈ રાઠોડ, અરુણાબેન આલાભાઈ ચાવડા, ડાઈબેન આલાભાઈ ચાવડા અને કમળાબેન કાનાભાઈ થારુ નામના છ મહિલાઓને રૂૂ. 1,400 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી પોલીસે અરજણ મના મકવાણા, જાગૃતીબેન કિરીટભાઈ પંડ્યા, જોસનાબેન રમેશભાઈ કનેરીયા, રીનાબેન કિરણભાઈ રાવલિયા, સરોજબેન કિર્તીભાઈ ખીરસરીયા, પ્રીતિબેન રોહિતભાઈ ભાલોડીયા અને નર્મદાબેન રતિલાલ ભુવા અને રેવન્તાબેન રામજીભાઈ કનેરિયાને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, રૂૂ. 14,030 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.