મોરબીના વિસીપરામાં દારૂડિયાએ ઝઘડો કરતા 10 શખ્સોનો તેના પરિવાર પર હુમલો
મોરબીના વિસીપરામાં રાત્રીના એક ઇસમેં દારૂૂના નશામાં બોલાચાલી કર્યા બાદ 10 જેટલા ઈસમો હથિયાર લઈને ધસી ગયા હતા પરિવારના સભ્યો પર હુમલો કરી દેતા એક જ પરિવારના 5 થી વધુ સભ્યો સહીત સાત જેટલા લોકોને ઈજા પહોંચી હતી.
આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વિસીપરામાં રહેતા જીગ્નેશભાઈ ગોવિંદભાઈ રાવા (ઉ.વ.33) વાળા પોતાના ઘરે હોય ત્યારે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં દાઉદ ઉર્ફે દાવલો નામનો ઇસમ નશાની હાલતમાં આવ્યો હતો અને તારી સાથે કુસ્તી કરવી છે કહ્યું હતું બાદમાં આરોપી દાઉદ અન્ય દસેક જેટલા ઈસમો સાથે ધોકા, પાઈપ અને છરી જેવા હથિયાર લઈને આવ્યો હતો અને પરિવાર પર હુમલો કરી દીધો હતો જે બનાવમાં જીગ્નેશ ગોવિંદભાઈ રાવા, તેના પિતા ગોવિંદભાઈ રાવ, માતા કુંવરબેન, તેમજ ભાઈ સહિતના સાત જેટલા લોકોને ઈજા પહોંચી હતી જે પૈકી ત્રણ ગંભીર ઈજાગ્રસ્તને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
તો સામાપક્ષે પણ બે વ્યક્તિને ઈજા પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ રાજકોટ ઈજાગ્રસ્તોના નિવેદન લેવા અને ફરિયાદ નોંધવા દોડી ગઈ હતી જોકે સાંજ સુધી બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ના હતી.