મઢડા દર્શન કરવા ગયેલા કેશોદના ખેડૂતના મકાનમાં ધોળા દિવસે 10.32 લાખ મતાની ચોરી
કેશોદના ખમીદાણા ગામે નવા વર્ષની શરૂૂઆત થતાં પ્રથમ દિવસે તસ્કરોએ મઢડા સોનલ બીજની ઉજવણી કરવા ગયેલ ખેડૂતના બંધ મકાનમાં ગેરકાયદેસર ઘુસી જઈ તસ્કરી કરી હતી. ધોળે દિવસે આવેલાં તસ્કરોએ ખેડૂતના અંદરના લોખંડના ડેલા પર તાળું જોઈ તેને ઓળંગી ગયાં હતાં અને ઘરની ગ્રીલ અને દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તસ્કરોએ એક લોખંડની પેટી હાથ લાગતાં તેનું તાળું તોડી નાખી 17 તોલા સોનાના દાગીના અને અંદાજે 1 લાખ જેવી રોકડ સહિત કુલ 10 લાખ 32 હજારની કિંમતના મતાની તસ્કરી રફૂચક્કર થયાં હતાં.
આ ખેડૂત પરિવાર મઢડા ગામે સોનલ બીજની ભવ્ય ઉજવણી થતી હોય બપોરના સમયે 4 કલાક મઢડા ગામ સોનલ બીજની ઉજવણી કરવા ગયો હતો. ત્યારે તસ્કરો ચોરી કરવાના ઇરાદે રોડ કાંઠાના મકાનોની જાણકારી મેળવી કરી રેકી કરતાં હતાં. રોડ કાંઠાના ખમીદાણા - ટીટોળી રસ્તે નારણભાઈ મેસુરભાઇ સોલંકી નામના ખેડૂતનું બંધ મકાન જોઈ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
આ તસ્કરો ટીટોડી અને ખમીદાણા રોડ અને રોડ કાંઠે વસવાટ કરતાં ખેડૂતોના મકાનને જઇ ભેંસ વેંચવાની છે સવાલ કરી બંધ મકાન કોનું છે તેની રેકી કરતાં હતાં આ તસ્કરો પૈકી એકે કાળો શર્ટ પહેર્યો હતો.
તસ્કરોએ ખેડૂતના બંધ મકાનમાં તસ્કરી કરી ભાગતી વખતે નાની ઘંસારી - નુનારડા જવાના માર્ગે એક ખેડૂતની વાડીમાં તસ્કરોને ઉપયોગી ન લાગતી હોય તેવા સોનાની ખરીદીના કાચા બિલ, પાકીટ, થેલી જેવી ચિજવસ્તુઓ ફેંકી દીધી હતી. પોલીસે પુરાવા તરીકે આ તમામ ચીજ વસ્તુઓ જપ્ત કરી હતી.