ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર

12:07 PM Nov 21, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર ગણેશનગર બાવળીયાપીરની દરગાહ પાસે આરોપી અહેમદભાઈ મહમદભાઇ વડાવરીયા (ઉ.વ.42)એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ -50 કિં રૂૂ. 16,400 ના મુદ્દામાલ સાથે આરોપી અહેમદભાઈ મહમદભાઇ વડાવરીયાને પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે પુછપરછ કરતા અન્ય બે ઇસમો મકબુલ હનીફભાઈ ચાનીયા રહે. કાલીકા પ્લોટ મોરબી, તથા સાહીલ સીદીકભાઈ ચાનીયા રહે કબીર ટેકરી મોરબીવાળાનુ નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsliquormorbi news
Advertisement
Advertisement