ખોખળદડ નજીક રહેતા એકાઉન્ટન્ટના મકાનમાંથી 1.97 લાખ મતાની ચોરી
ખોખડદડ રોડ પર આવેલા જય અંબે ઓમ રેસિડેન્સીમાં રહેતા અને એકાઉન્ટન્ટનું કામ કરતા યુવાન તેમના પરિવાર સાથે માઠા પ્રસંગે જામજોધપુર ગયા બાદ ત્યાંથી પરત ફર્યા ત્યારે તેમના મકાનમાંથી રોકડ અને દાગીના સહિત 1.97 લાખની ચોરી થયાની જાણ થતા તેઓએ અકજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં મેહુલભાઈ દિનેશભાઈ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગંગા ફોર્જીંગ લિમીટેડ, સડક પીપડીયા, ખાતે એકાઉન્ટ તરીકે પ્રા.નોકરી કરુ છું.ગઈ તા.28/05ના રોજ મારા કાકા શૈલેશભાઈ બાબુભાઈ પંડ્યા મોટી ગોપ, તા. જામજોધ પુર જી.જામનગર વાળા મરણ ગયેલ હોય જેથી હુ તથા મારી પત્ની તથા મારી બન્ને દિકરીઓ એ રીતેના ગઈ તા.28/0 5ના રોજ સાંજના પોણા ચારેક વાગ્યે ઘરની ડેલીને તથા ધરના દરવાજાને તાળુ મારી મોટીગોપ ગામે જવા નીકળેલ હતા અને ત્યા મારા કાકા ના ઘરે એક રાત રોકાયેલ અને બીજા દિવસે સાંજના પોણા પાંચેક વાગ્યે ઘરે આવેલ અને ડેલીનુ તાળુ મે ખોલેલ અને અંદર ગયેલ અને જોયુ તો ઘરમા દરવાજાનું તાળુ તોડેલ હતુ અને હુક ટુટેલ હતો અને દરવાજો બંધ હતો જે જઈ જોયુતો અંદર રુમમાં ફર્નિચર કબાટ છે તેનો પણ લોક તોડેલ હતો અને તે કબાટમાં રહેલ કપડા વેર-વિખેર કર્યા હતા.
કબાટની અંદર રોકડા રૂૂ.50 હજાર રાખેલ હતા અને એક સોનાની હાસડી આસરે એક તોલાની કિ.રૂૂ.50 હજાર તથા બે સોનાના ચેઈન આસરે બે તોલાના જેની આશરે કિ.રૂૂ. 70 હજાર તથા બે સોનાના પેંડલ કિ.રુ.10 હજાર તથા બે સોનાની બુટી આસરે કિ.રૂૂ. 10000 તથા ચાંદીના સાંકળા ની એક જોડ આસરે કિ.રૂૂ.7000/- રા ખેલ હતુ જે તમામ ઘરેણા મળીને આશરે જેની આસરે કિ.રુ.1,52,000/- ના હતા જે જોવામા આવેલ નહીં. જે મળી કુ લ કિ.રૂૂ.1,97,000/- ની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાવી હતી.