પ્રાંતિજ પાસે કારમાંથી 1.50 કરોડની ચોરી
તાલોદ તાલુકા યુવા ભાજપ-પ્રમુખ લખેલી કાર પલટી ખાઇ ગયા બાદ રોકડ ભરેલા બે થેલા કોઇ ઉઠાવી જતા પોલીસમાં દોડધામ
સાબરકાંઠાના પ્રાંતિજ નજીક ભાજપના અગ્રણીની કારને અકસ્માત નડતા સર્જાયેલ અકસ્માત દરમિયાન અજાણ્યા શખ્સો અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂા.દોઠ કરોડની રોકડ રક્મ લઇ નાસી છૂટતા પોલીસે નાકાબંધી કરી તસ્કરોની શોધખોળ આદરી છે.
મળતી માહિતી મુજબ પ્રમુખ તલોદ તાલુકા યુવા ભાજપ લેખલી કાર નં.જી.જે.18 બીસી 4221 આજે સવારે પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામ પાસે પલટી મારી જતા સર્જાયેલ અકસ્માત દરમિયાન કારમાં રહેલી રૂા.દોઢ કરોડની રોકડ રકમ કોઇ ગઠીયા ઉઠાવીને ફરાર થઇ ગયા હતા. સ્થાનિક પોલીસના કહેવા મુજબ અકસ્માત સમયે કારમાંથી રોકડ રકમ ભરેલા બે થલેા ચોરાઇ ગયા છે.
રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે, આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં દોઢ કરોડની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારૂઓ ફરાર થયાની જાણ ખુદ કાર ચાલકે કરી હતી, આ પછી એલસીબી અને એસઓજીની ટીમો દોડતી થઇ હતી.
કાર ચાલકે આ અકસ્માત બાદ પોલીસને જાણ કરી હતી કે, કારમાંથી બે થેલી ભરેલા દોઢ કરોડ રૂૂપિયા લૂંટાઇ ગયા છે. આ પછી સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લા પોલીસ પણ આ લૂંટને પગલે દોડતી થઇ હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ માટે અત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત કઈઇ, જઘૠ સ્થળ પર પહોંચી છે અને તસ્કરોનેે પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.