રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇ

12:44 PM Jan 23, 2025 IST | Bhumika
Advertisement

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૂૂપિયા નહીં ચૂકવી એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.

Advertisement

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હરિયા સ્કૂલ સામે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉદ્યોગ નગર વિસ્તારમાં મુંબઈના મહાજન વેપારી મિલકતો વગેરે સંભાળતા અને કારખાના નું એકમ ચલાવતા મેહુલભાઈ વીરચંદ શાહ નામના મહાજન વેપારીએ જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક મુકેશભાઈ મંગળજીભાઈ મકવાણા તેમજ તેમના ભાઈ શાંતિ લાલ મંગળજીભાઈ મકવાણા સામે રૂૂપિયા એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ મુંબઈના મહાજન વેપારી રાજનભાઈ ગડા કે જેઓના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં બે પ્લોટ આવેલા છે, અને તેમાં શેડ ઊભા કર્યા બાદ તેનું સંચાલન ફરિયાદી મેહુલભાઈ શાહ ગણાં વર્ષોથી કરી રહ્યા છે.
જે બંને પ્લોટમાં ઊભા કરેલા સેડ એક કરોડ 65 લાખ માં બંને ભાઈઓએ આજથી બે વર્ષ પહેલાં શોદો કરીને ને સુથી પેટે 51,000 ની રકમ આપી હતી, જયારે કેટલીક રકમ ચેક મારફતે પણ ચૂકવી હતી, અને તેના કાગળો તૈયાર કરાવ્યા હતા.

જ્યારે બાકીની 1.40 કરોડ ની રકમ પોતે લોન મેળવીને ચૂકવી દેશે તેમ જણાવ્યું હતું. પરંતુ બે વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં બાકીની 1 કરોડ 40 લાખની રકમ ચૂકવી ન હતી, અને મૂળ માલિક રાજનભાઈ ગડાની હાજરી વગર નોટરી કરાર વગેરે કરાવી લીધા હતા, અને બાકીના નાણા નહીં ચૂકવતાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જે ફરિયાદ ના આધારે સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ. આર.ડી. ગોહિલે આઇપીસી કલમ 406 અને 420 મુજબ બંને ભાઈઓ સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimefraudgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement