ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોઠા રિયા સોલવન્ટમાં શ્રીજી ઇલેક્ટ્રિક નામના કારખાનામાંથી 1.25 લાખના કોપર વાયરની ચોરી

05:10 PM Sep 28, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

શહેરના કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયા 66 ફૂટ રોડ પર શ્રીજી ઇલેક્ટ્રીક એન્ડ પાવર ટૂલ્સ નામના કારખાનામાં શેડનું પતરું તોડી અંદર પ્રવેશ કરી રૂા.1.25 લાખના 120 કીલો કોપર વાયરની ચોરી ર્ક્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ મામલે આજીડેમ પોલીસના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ ખાનગી બાતમીદારોને દોડાવી એક શખ્સને સંકજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર ધારેશ્ર્વર મંદિર વાળી શેરીમાં આશોપાલવ સોસાયટી શેરી નં.5માં રહેતા ઘનશ્યામભાઇ ભરતભાઇ સખીયા નામના કારખાનેદારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયા 66 ફૂટ રોડ પર શ્રીજી ઇલેક્ટ્રીક એન્ડ પાવર ટૂલ્સ નામનું કારખાનું ધરાવે છે. ગઇ તા.21ના રોજ રાત્રીના સમયે કારખાનાના શટરને તાળું મારી પોતે ઘરે જતા રહ્યા હતા. ત્યાર બાદ તા.22ના રોજ સવારના સમયે પોતે કારખાને પહોંચી શટરનું તાળો ખૂલ્લી અંદર જઇ તપાસ કરતા કારખાનાની પાછળના ભાગે આવેલા કોપર વાયરના ચાર બાચકા જેનું વચન અંદાજે 120 કીલો થાય તેની કિ.રૂા.1.25 લાખ ગણાય જેની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાનું માલુમ પડતા આ ઘટના અંગે પિતા ભરતભાઇ અને નાનાભાઇ શરદને જાણ કરી હતી. ત્યાર બાદ પોતાની રીતે તપાસ કરી સીસીટીવી ચેક કરતા તેમાં કોઇ વ્યક્તિ જોવામાં આવ્યો ન હતો. ત્યાર બાદ આજીડેમ પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરતા એક શખ્સની ઓળખ મેળવી તેમને સંકજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી. તેમજ તમામ મુદ્દામાલ કબ્જે કરવા તજવીજ શરૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement