For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ક્રાઈમ રેટ વધ્યો : પોલીસ તંત્રની પક્કડ ઢીલી પડી

04:53 PM Jun 22, 2024 IST | Bhumika
રાજકોટમાં ક્રાઈમ રેટ વધ્યો   પોલીસ તંત્રની પક્કડ ઢીલી પડી
Advertisement

વહેલી સવારે ત્રિપુટીએ તરખાટ મચાવી ત્રણ સ્થળે છરીની અણીએ લૂંટ ચલાવી: છ કલાકમાં બે સ્થળે લોથ ઢળી : હત્યાની કોશીશના બનાવો સામાન્ય બની ગયા; મિલ્કત વિરોધી ગુના વધ્યા પણ ડિટેકશનમાં પોલીસને રસ નથી

Advertisement

રંગીલુ રાજકોટ દિવસને દિવસે ક્રાઈમની નગરી બનતું જાય છે. રાજકોટ શહેરની વસ્તી વધી તેમ નવા નવા પોલીસ સ્ટેશનો પણ બની ગયા એટલું જ નહીં પરંતુ પોલીસ સ્ટાફ પણ એક દાયકામાં ચાર ગણો કરી નાખવામાં આવ્યો આમ છતાં ક્રાઈમ કંટ્રોલ થવાના બદલે દિવસને દિવસ વધી રહ્યો છે. ગુનાખોરીની નગરી બની ગયેલી રાજકોટ શહેરમાં પોલીસ તંત્રની પક્કડ દિવસને દિવસે ઢીલી પડતી જાય છે. છેલ્લા 15 દિવસની જ વાત કરીએ તો છ કલાકમાં બે હત્યા, એક કલાકમાં ત્રણ લુંટ, હત્યાની કોશીષના બનાવો, ઘરફોડ ચોરીના બનાવો સાવ સામાન્ય બની ગયા છે.રાજકોટ શહેરમાં દિવસને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં ગુનેગારો પર પોલીસ તંત્રને કોઈ પક્કડ ન હોય તેમ ગુનેગારો બેફામ વરતી રહ્યાં છે. મિત્રો વચ્ચેના ડખ્ખામાં મિત્રની હત્યા કરવી તે સાવ સામાન્ય બની ગયું છે. ગાંધીગ્રામ વિસ્તારમાં વિપ્ર યુવાનની સામાન્ય બાબતે તેના જ મિત્રોએ હત્યા કરી હતી. ત્યારે બીજી એક ઘટનામાં પૈસાના ડખ્ખામાં પટેલ યુવાનની ગળેટૂંપો દઈ હત્યા કર્યા બાદ લાશને ખુલ્લા મેદાનમાં પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટના બની હતી.

છ કલાકમાં જ રાજકોટ શહેરમાં બે બે હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.બીજી બાજુ સામાન્ય ડખ્ખામાં હત્યાનો પ્રયાસ કરવો તે સાવ સામાન્ય બની ગયું છે. બે દિવસ પહેલા બસ સ્ટેશન પાછળ રિક્ષા ચાલક યુવકને સુયાના ઘા મારી હત્યાની કોશિષ કરી હતી. ત્યારે ગઈકાલે રામનાથપરામાં મોબાઈલના હપ્તા બાબતે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સામાન્ય મારામારીની ઘટનાઓ તો શહેરમાં રોજીંદી બની ગઈ છે.હત્યા, હત્યાની કોશિષની સાથો સાથ લુંટ ચોરીના બનાવો પણ બેફામ પણે વધી રહ્યાં છે. જેમાં બે દિવસ પહેલા જ ત્રિપુટીએ વહેલી સવારે તરખાટ મચાવી છરીની અણીએ એક કલાકમાં ત્રણ સ્થળે લુંટ ચલાવી હતી. શહેરમાં જાણે પોલીસ તંત્રનું કોઈ જ અસ્તિત્વ જ ન હોય તે રીતે લુંટારૂ ગેંગે એક પછી એક લુંટની ઘટનાને અંજામ આપી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકયો હતો.

જો કે સીસીટીવી ફુટેજના આધારે લુંટારૂ ત્રિપુટીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી.આ ઉપરાંત રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો સાવ સામાન્ય બની ગયા છે. તાજેતરમાં સરીતા વિહારમાં એક રાત માટે પડેલા યુવાનના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 15 લાખની રોકડ અને દાગીના સહિતની ચીજવસ્તુઓ ઉઠાવી ગયા હતાં. જે ગુનાનો હજુ સુધી ભેદ ઉકેલાયો નથી. રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો સાવ સામાન્ય બની ગયા છે પરંતુ મોટાભાગનાં બનાવોમાં પોલીસ ફરિયાદ લેવાના બદલે માત્ર અરજી લઈ ગુનાઓનું બર્કીંગ કરી રહ્યાં છે અને ગુનેગારોને પ્રોત્સાહન આપી રહ્યાં છે.રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિતની આખી ટીમ નવી આવી ગઈ છે ત્યારે હવે નવા પોલીસ અધિકારીઓ ગુનેગારો ઉપર ધાક જમાવે છે કે પછી આગે સે ચલી આતી હૈ તેમ ગુનેગારોને છુટોદૌર આપશે તે તો સમય જ બતાવશે.

પીએસઆઈના ઘરમાં ચોરી થઈ પણ ગુનો દાખલ ન થયો

રાજકોટ શહેરનાં કાલાવડ રોડ નજીક આવેલ એક સોસાયટીમાં થોડા સમય પહેલા જ ત્રાટકેલી તસ્કર ગેંગે સરીતા વિહારમાં 15 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. આ જ દિવસોમાં તસ્કર ગેંગે નજીકમાં આવેલી સોસાયટીમાં પણ પીએસઆઈના મકાનને નિશાન બનાવી રોકડ અને દાગીનાનો હાથફેરો કર્યો હતો. જો કે ફોજદારના ઘરમાં ચોરી થઈ હોય તેની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. એટલું જ નહીં પરંતુ આ ચોરીના ગુના ડીટેકટ કરવામાં પણ પોલીસને કોઈ જ રસ નહીૈં હોય તેવી છાપ ઉપસી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement