For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાંધકામ સાઈટ પર 11મા માળેથી પટકાતાં શ્રમિકનું મોત થવાના બનાવમાં કોન્ટ્રાક્ટર સામે ગુનો

04:34 PM Jan 01, 2024 IST | Sejal barot
બાંધકામ સાઈટ પર 11મા માળેથી પટકાતાં શ્રમિકનું મોત થવાના બનાવમાં કોન્ટ્રાક્ટર સામે ગુનો

શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ સાઈટ પર 11માં માળેથી પટકાતા શ્રમિકનું મોત નિપજવાના બનાવમાં પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પર નેટની વ્યવસ્થા કે મજુરીને સેફ્ટીના સાધનો આપ્યા ન હોવાથી સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ નવા 150 ફૂટ રીંગ રોડ પર સનસાઈન સ્કૂલ પાછળ એકવા બ્લુ બિલ્ડીંગની બાંધકામ સાઈટ ચાલતી હોય જેમાં ગત તા. 28ના રોજ 11માં માળે અગાશીની બહારના ભાગે દિવાલમાં પ્લાસ્ટરનું કામ કરતો શૈલેષ ગોવિંદભાઈ સેજપાલ (ઉ.વ.31) રે. કાલાવડ વાળો અકસ્માતે નીચેપટકાતા ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વદુ તપાસ હાથ ધરી છે.
તપાસ દરમિયાન બાંધકામ સાઈટ પર શ્રમિકોની સેફ્ટી માટે તેમને સાધનો અને બાંધકામ સાઈટ ઉપર નેટ કે આડસ બાંધવાની હોય જો જાણવા છતાં કોન્ટ્રાક્ટરે આવી કોઈ નેટ કે આડસ બાંધી ન હોય અને મરણ જનારને સેફ્ટીના સાધનો પણ આપેલા ન હોય જેથી બેદરકારી દાખવતા શ્રમિકનું મોત નિપજ્યું હોય જેથી પોલીસે કોન્ટ્રાક્ટર સુરેશ નરસીભાઈ મણવર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી પીએસઆઈ વી.એન. ચોરવાડિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement