For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રેડિટ સોસાયટીના લોનધારકને ચેક રિટર્ન કેસમાં છ માસની જેલ

04:23 PM Jan 01, 2024 IST | Sejal barot
ક્રેડિટ સોસાયટીના લોનધારકને ચેક રિટર્ન કેસમાં છ માસની જેલ

રાજકોટની ધી ડીવાઈન ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.ના સભાસદને ચેક રિટર્ન કેસમાં કોર્ટે છ માસની સજા અને ચેકની 2કમ રૂૂા.1.19 લાખ 30 દીવસમાં વળતર પેટે ન ચુકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.
રાજકોટની ધી ડીવાઈન ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.માંથી સભ્ય દરજજે આરોપી લક્ષમણભાઈ ફાંગલીયાએ રૂૂા.75,000 લોન-ધિરાણ પેટે લીધી હતી. આરોપીએ લોનના ચડત હપ્તાની રકમ ચુકવવા માટે ફરીયાદી મંડળીને ચેક આપ્યો હતો. ફરીયાદી મંડળીએ ચેક પોતાના ખાતામાં રજુ કરતા ચેક નસ્ત્રઈન ઓપરેટીવ એકાઉન્ટનાં શેરા સાથે પરત ફર્યો હતો. જેથી ફરીયાદીએ કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે ફરીયાદ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ કોર્ટે આરોપીને છ માસની સજા અને ચેકની 2કમ રૂૂા.1.19 લાખ 30 દીવસમાં વળતર પેટે ન ચુકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરિયાદી ધી ડીવાઈન ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. તરફે ધારાશાસ્ત્રી રીતેષ એસ.કોટેચા અને જય કોટેચા રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement