For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગીર છાત્રાની જાતીય સતામણી કરવાના કેસમાં શિક્ષકને 5 વર્ષની સજા ફટકારતી કોર્ટ

05:17 PM May 13, 2024 IST | Bhumika
સગીર છાત્રાની જાતીય સતામણી કરવાના કેસમાં શિક્ષકને 5 વર્ષની સજા ફટકારતી કોર્ટ
Advertisement

રાજકોટમાં સામા કાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં સાડા અગિયાર વર્ષની સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણી અને નિર્લજ્જ હુમલો કરવાના એક વર્ષ પહેલાના કેસમાં સ્પેશિયલ પોક્સો અદાલત જજ બીબી જાદવે આરોપી શિક્ષકને તકસીરવા ઠરાવી પાંચ વર્ષ સહિતની પ્રજાનો હુકમ કર્યો છે.
કેસની હકીકત મુજબ, રાજકોટના સામા કાંઠે એક સોસાયટીમાં આવેલ ખાનગી વિધા સંકુલ (સ્કુલ)માં શિક્ષકે માત્ર 11.5 વર્ષની ઉંમરની બાળકી પર ઉગ્ર જાતીય હુમલો અને જાતીય સતામણી કરી હોવાની અને બાળકીને આંખ ધમકી પણ આપી હોવાની ફરિયાદ ભોગ બનનારના પિતાશ્રીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી. તેમાં પોલીસે પ્રાથમિક તપાસ કરીને શિક્ષક સાગર વાઢેર સામે ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી અને તપાસ બાદ પોક્સો કેસની કલમ હેઠળ નું ચાર્જશીટ મૂક્યું હતું.

આ કેસ સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલવા ઉપર આવતા ફરિયાદપક્ષે પોતાનો કેસ સાબિત કરવા ભોગ બનનાર બાળકી તથા ફરિયાદી, પોલીસ અધિકારીઓ, શાળાના જવાબદારો અને સી.સી.ટી.વી. ફૂટેજ રજુ કરેલા અને રેકર્ડ પર આશરે દસ જેટલા દસ્તાવેજી પુરાવાઓ પણ રજુ કરેલા. સરકારી વકીલ મહેશ જોષી દ્વારા રેકર્ડ પર રજુ થયેલ મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓનું મૂલ્યાંકન કરી સ્પેશિયલ પોક્સો કોર્ટ એવા નિર્ણય પર આવેલ કે આરોપીએ બાળક સાથે પોકસો એક્ટની જોગવાઈઓ હેઠળનો ગંભીર ગુનો આચર્યો છે, તેમજ આરોપીએ ભારતીય દંડ સહિતાની જોગવાઈઓ હેઠળનો પણ ગુનો આચરેલો છે, જેથી શિક્ષક સાગર વાઢેર ને પોકસો એક્ટની કલમ 10માં તકસીરવાર ઠરાવી આ કલમ હેઠળની વધુમાં વધુ સજાની જોગવાઈ મુજબ પાંચ વર્ષની સખત કેદ તેમજ પોકસો આઠની કલમ મુજબ ત્રણ વર્ષ, આઇપીસી 506 (2) મુજબ 2 વર્ષ, 354 (એ) તથા 354 (બી) માં એક અને ત્રણ વર્ષની સજા ઉપરાંત ભોગ બનનાર વિદ્યાર્થિનીને વિક્ટિમ કોમ્પેન્સેશન એક્ટ હેઠળ રૂૂપિયા દોઢ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

Advertisement

આ કામમાં સરકાર પક્ષેથી એ.પી.પી. મહેશભાઈ જોષીએ માત્ર એક વર્ષ જુના આ કેસમાં સમય મર્યાદામાં કેસ પૂરો કરવામાં અને પરિણામ લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement