For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના પોલીસમેનને લાંચ કેસમાં ચાર વર્ષની સજા ફટકારતી અદાલત

12:20 PM Jun 14, 2024 IST | admin
રાજકોટના પોલીસમેનને લાંચ કેસમાં ચાર વર્ષની સજા ફટકારતી અદાલત
Advertisement

અકસ્માત કેસમાં બાઇક નુકસાનીનાં વળતર માટેના પોલીસ પેપર્સ આપવા 1000ની લાંચ લેતા ઝડપાયા’તા

રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે અકસ્માતમાં થયેલ બાઈક નુક્શાનીનું વળતર મેળવવા વીમા કંપનીમાં રજૂ કરવાના પોલીસ પેપર્સ આપવા લીધેલી લાંચના કેસમાં કોર્ટે પોલીસ કોન્સ્ટેબલને 4 વર્ષની કેદની સજા ફરમાવી છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ તા.16/08/2015 ના રોજ ફરીયાદી મુકેશભાઈ લુણાગરીયાના મોટરસાયકલને અકસ્માત થતા આ વાહનની નુકશાની અંગે વીમા કંપની પાસેથી રકમ મેળવવાની હતી. આ રકમ મેળવવા માટે તેઓને ઈફકો- ટોકયો વીમા કંપનીમાં પોલીસ પેપર્સ રજુ કરવાના થતા હતા. તે પોલીસ પેપર્સ મેળવવા માટે ફરીયાદીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જામસીંગભાઈ દેશલાભાઈ રાઠવાને મળતા તેઓએ પોલીસ પેપર્સ આપવા માટે રૂૂ. 1000ની લાંચની રકમ નસ્ત્ર ઝેરોક્ષના પૈસા નસ્ત્ર તરીકે માંગણી કરેલ હતી. આ મુજબની માંગણી થતા ફરીયાદીએ તા.28/10/2015 ના રોજ એ.સી.બી. પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવતા લાંચના છટકા દરમ્યાન આરોપી કોન્સ્ટેબલ રૂૂ.1000ની લાંચ સ્વીકારી રૂૂ. 500ની એક નોટ ફરીયાદીને પરત આપતા ઝડપાઈ ગયા હતા. પોલીસ તપાસના અંતે આરોપી વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ- 7 અને 13(2) હેઠળ ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતુ. જે કેસમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ખાસ અદાલતના જજ વી.કે. ભટ્ટે આરોપી પોલીસ કોન્સ્ટેબલ જામસીંગ રાઠવાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ- 7 અને 13(2) હેઠળ તકસીરવાન ઠરાવી 4 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. 18 માસમાં ભ્રષ્ટાચારના 21 કેસોમાં સજાના હકમો મેળવી જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા રાજય કક્ષાએ સિદ્ધિ હાંસિલ કરી છે.
આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement