For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૂત્રાપાડાના પ્રશ્ર્નાવાડાના દંપતીનું કચ્છમાં અકસ્માતમાં મોત

01:12 PM May 20, 2024 IST | Bhumika
સૂત્રાપાડાના પ્રશ્ર્નાવાડાના દંપતીનું કચ્છમાં અકસ્માતમાં મોત
Advertisement

એ.એસ.આઇ પત્ની સાથે મોગલધામ દર્શન કરી પરત આવતા હતા ત્યારે ટ્રકચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે બંનેનાં મોત

Advertisement

સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામનાં ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનાં યુવાન હિંમતસિંહ રામભાઈ જાદવ તેમજ તેમના ધર્મપત્ની વૈશાલીબેન નરેન્દ્રસિંહ રાઠોડ જેઓ હાલ ભુજના નખત્રાણા ખાતે એએસઆઇ તરીકે પોસ્ટિંગ હોવાના કારણે નોકરી કરતા હતા. શનિવારના રોજ સવારે મોગલધામ દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે વાઘેશ્વરી પેટ્રોલ પંપ ની નજીક ટ્રકે નબર ૠ.ઉં.12 ઇ. ડ.3838 કચડી નાખતા બંનેના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. પ્રાથમિક જાણકારી મુજબ બંનેના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન થયા હતા અને બંનેના પરિવાર પ્રશ્નાવડા ગામના જ હોય, આખા ગામની અંદર અરેરાટી ભર્યો માહોલ થઈ ગયો હતો. આ ઘટના બનવાથી સમગ્ર પ્રશ્નાવડા ગામ શોકમાં ડૂબી ગયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement