For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના રણમાં ઘુડખરની ગણતરી, તા.21મેથી પાંચ દિવસનું વેકેશન

11:41 AM May 18, 2024 IST | Bhumika
કચ્છના રણમાં ઘુડખરની ગણતરી  તા 21મેથી પાંચ દિવસનું વેકેશન
Advertisement

આ વર્ષે 21 અને 22મી મેના રોજ 362 પોઇન્ટ પર ડ્રોન કેમેરા, જીપીએસ સિસ્ટમ, કેમેરા ટ્રેપ અને ઓનલાઇન પોર્ટલ દ્વારા ઘુડખરની ગણતરી કરવામાં આવશે. ત્યારે ખારાઘોડા રણ ઘુડખર ગણતરીના કારણે તા-19થી 23 એમ પાંચ દિવસ તમામ લોકો માટે સદંતર બંધ રહેશે.

આ વર્ષે 21 અને 22મેના રોજ ઘુડખરની ગણતરીમાં સૌ પ્રથમ વખત ટેક્નોલોજીનો ઉપયોગ કરી કુલ 362 પોઇન્ટ પર ડ્રોન કેમેરા, જીપીએસ સિસ્ટમ, કેમેરા ટ્રેપ અને ઓનલાઇન પોર્ટલ દ્વારા કરવામાં આવશે. દર પાંચ વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2020 થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 નોંધાઈ હતી.
કચ્છના નાના રણનો કુલ વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલુ છે. જેમાં આવેલા વન્ય પ્રાણી ઘુડખર જે શિડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે. જે એશિયામાં ફકત આ અભ્યારણ્યમાં જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા દર પાંચ વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે.

Advertisement

અત્યાર સુધીમાં નવ વખત આ ગણતરી કરવામાં આવી છે, જેમાં છેલ્લે ગત 2020માં ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી. જેની સંખ્યા તે વખતે 6082 જેટલી હતી. ત્યાર બાદ આ વખતે 2024માં આ ગણતરી યોજાવાની છે, તે માટે ગત શુક્રવારે બજાણા ખાતે વન વિભાગના અધિકારી દ્વારા વન વિભાગના કર્મચારી વનપાલ ફોરેસ્ટર, ગાર્ડને સવિસ્તાર તાલીમ આપવામાં આવી હતી.

નાયબ વન સરંક્ષક ડો. ધવલ ગઢવીએ જણાવ્યું કે, આ વખતે ઘુડખરની ગણતરી કુલ 362 પોઇન્ટ પર ડ્રોન કેમેરા, જીપીએસ સિસ્ટમ, કેમેરા ટ્રેપ અને ઓનલાઇન પોર્ટલ દ્વારા કરવામાં આવશે. જેમાં 800 જેટલા વન વિભાગના અધિકારી, કર્મચારીઓ તેમજ 1700 જેટલા સ્વેચ્છિક સંસ્થાના લોકો અને અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત 2500 લોકો આ કાર્યમાં જોડાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement