For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંજાના રવાડે ચડેલા 150 સગીર નબીરાઓનું કાઉન્સેલિંગ

04:15 PM Jun 24, 2024 IST | Bhumika
ગાંજાના રવાડે ચડેલા 150 સગીર નબીરાઓનું કાઉન્સેલિંગ
Advertisement

વિદેશથી ગિફટ આર્ટિકલની આડમાં મગાવાયેલ કરોડો રૂપિયાનો ગાંજો ઝડપાયા બાદ પોલીસનું નવું અભિયાન

નશાના રવાડે ચડેલા 15 થી 17 વર્ષના તરુણોના વાલીઓને પણ બોલાવી અપાઇ ચેતવણી, 7 પેડલરોની ધરપકડ

Advertisement

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વિદેશી પાર્સલમાં છુપાવીને મોકલેલા રૂા.3.48 કરોડા 11 કિલો હાઇબ્રીડ અને 60 શીશી લીકવીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડી તપાસ કરતા ગુજરાતના 7 પેડલરોની ધરપકડ કી છે. અમદાવાદ, સુરત, ભરૂચ, અંકલેશ્ર્વર અને પાલનપુરના પેડલરોની પુછપરછ શરૂ કી છે. બીજી તરફ આ ગાંજો મંગાવનાર 15 થી 17 વર્ષના 150 તરૂણોનું કાઉન્સલીંગ કરી આવા નશાના રવાડે ચડેલા તરૂણોના પરિવારજનોને પણ ચેતવ્યા હતા.
ક્રાઇમ બ્રાંચે પ્રાથમિક તપાસમાં અમદાવાદ, વડોદરા, સુરત અને પાલનપુરના સાત તરુણોની પૂછપરછ કરી હતી. જ્યારે 20 દિવસ પહેલા પણ જે ગાંજાનો જથ્થો પકડાયો હતો તેની સાથે સંકળાયેલા તરુણોની તપાસ કરતાં કૂલ દોઢસોથી વધુ તરુણ આ નશાના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે અને પોલીસે તેમનું કાઉન્સેલિંગ કરીને તમને આ દૂષણથી દૂર રહેવા માટે સમજણ આપી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા નશાના દૂષણથી તરુણો દૂર રહે તેના માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અગાઉ જ્યારે ગાંજો પકડાયો હતો ત્યારે જે તરુણોની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે જ કબૂલાત કરી હતી કે હજુ મહિનામાં એક મોટું ક્ધસાઇન્મેટ આવી રહ્યું છે. જેને પગલે પોલીસે એલર્ટ બની ગઇ હતી અને ફોરેન પોસ્ટ ઓફિસમાં જેવા રમકડાં, લંચ બોક્સ, ડાયપર, સ્પીકર અને વિટામીન કેન્ડીના 60 પાર્સલ આવ્યા કે તરત જ સ્નિફર ડોગથી તેની તપાસ કરાતા તેમાંના 58 બોક્સમાંથી કરોડો રૂૂપિયાનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જૈ પૈકીના બે પેકેટમાં તો લિક્વીડ ગાંજો પણ મળ્યો હતો. ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુજરાતના અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત અને પાલનપુરના 7 પેડલરોના નામ ખુલ્યજા બાદ તેની ધરપકડ કરી છે.

ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે પોલીસ ડ્રગ્સ પેડલરોને પકડવાના બદલે જુદા જુદા કાર્યક્રમો કરી રહી છે. ત્યારે જ ગુજરાત પોલીસના એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શરૂૂ કરાવવામાં આવશે, જેમાં પોલીસ ડ્રગ્સ વિરોધી કાર્યક્રમો અને કાર્યવાહી કરશે.

અમદાવાદ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ યાદવની ટીમે બોપલથી ચાલતા હાઇબ્રીડ ગાંજાના રેકેડનો પર્દાફાશ કરી બે યુવાનોને ઝડપી લીધા હતા. હવે તેમની પાસેથી નશો કરવા માટે હાઇબ્રીડ ગાંજો કોણ લેતું હતું તેની તપાસ કરવામાં આવી તો શહેરના લગભગ માલેતુજારોના સંતાનોના નામ ખુલ્યા હતા. જે પૈકી ઘણા તો વિદેશ પણ ભાગી ગયા હતા. બાકીના તરુણોનું પોલીસે કાઉન્સેલિંગ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement