For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાદાને બચાવી ન શક્યો તેનો વસવસો છે: ડો.પ્રતાપસિંહ ડોડિયાએ બિલ પણ માફ કર્યુ

04:19 PM Nov 24, 2023 IST | Sejal barot
દાદાને બચાવી ન શક્યો તેનો વસવસો છે  ડો પ્રતાપસિંહ ડોડિયાએ બિલ પણ માફ કર્યુ

ખાનગી હોસ્પિટલ એટલે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે કતલખાના સમાન ....ખાનગી હોસ્પિટલની આ છાપને તદ્દન ખોટી સાબિત કરી છે જીનેસિસ હોસ્પિટલના ડો.પ્રતાપસિંહ ડોડીયાએ. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લાના કોઈલી ગામના રહેવાસી અને કર્મકાંડી બ્રાહ્મણ નું કામ કરતા 70 વર્ષીય બ્રાહ્મણ વૃદ્ધ ને પેટમાં પાણી ભરાવાની તકલીફ હતી. જીનેસિસ હોસ્પિટલમાં ડો.પ્રતાપસિંહ ડોડીયાએ દર્દીને તપાસી પ્રાથમિક નિદાન કરતા જણાવ્યું હતું કે પેટમાં ગાંઠ હોઈ તેવું જણાઈ આવે છે અને બાયોપ્સી કર્યા બાદ સેની ગાંઠ છે તે ખ્યાલ આવી શકે.પરિવારજનોની મંજૂરી બાદ દર્દીને હોસ્પિટલમાં એડમીટ કરાયા .એનેસ્થેસીયા અપાયો અને પેટમાં રહેલ ગાંઠ ની બાયોપ્સી માટે દુરબીન પેટમાં ઉતરતા ની સાથેજ ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા.માત્ર પેટમાં જ નહીં પરંતુ કિડની - લીવર સહિતના ભાગોમાં નાની અને મોટી એવી અસંખ્ય ગાંઠો દર્દીના પેટમાં હતી.ડોક્ટરે ગાંઠનો ટુકડો લઈને બાયોપ્સી માટે મોકલી આપ્યો પરંતુ થોડી જ કલાકોમાં લો બીપી થતા થોડાજ સમયમાં દર્દીનું હૃદય બંધ થયું .સી.પી.આર આપતા ફરીથી હૃદય ધબકતું થયું પરંતુ ફરીથી થોડી જ કલાકોમાં હૃદયના ધબકારા બંધ થયા અને દર્દીનું મૃત્યુ થયું. આ સમગ્ર ઈલાજમાં દર્દીને એક પિતાના રૂૂપમાં ટ્રીટમેન્ટ આપનાર ડોક્ટર પ્રતાપસિંહ ડોડીયાનું હૃદય દ્રવી ઉઠ્યું અને પરિવારજનોને બોલાવી દર્દીને તેઓ બચાવી ન શક્યા એ બદલ દિલગીરી પણ વ્યક્ત કરી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement