For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે દેશની ક્રિકેટ ટીમ માટે ટી-20 વર્લ્ડ કપ રમનાર પાંચમો ખેલાડી બન્યો કોરી એન્ડરસન

12:22 PM Jun 06, 2024 IST | Bhumika
બે દેશની ક્રિકેટ ટીમ માટે ટી 20 વર્લ્ડ કપ રમનાર પાંચમો ખેલાડી બન્યો કોરી એન્ડરસન
Advertisement

દુનિયામાં એવા ઘણા ક્રિકેટર્સ છે જેઓ જ્યારે નેશનલ ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં અસમર્થ બને છે ત્યારે તેઓ અન્ય દેશની ટીમ માટે રમવાનું શરૂૂ કરે છે. ઇંગ્લેન્ડમાં જન્મેલો ઑલરાઉન્ડર કોરી ઍન્ડરસન 2012થી 2017 દરમ્યાન ન્યુ ઝીલેન્ડની ક્રિકેટ ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમ્યો હતો, પરંતુ વર્ષો સુધી ટીમની બહાર રહેતાં તે અમેરિકા શિફ્ટ થયો અને અમેરિકન ટીમ માટે રમવાનું શરૂૂ કર્યું.

33 વર્ષનો કોરી ઍન્ડરસન દુનિયાનો પાંચમો ખેલાડી બન્યો છે જેણે બે દેશની ક્રિકેટ ટીમ માટે T20 વર્લ્ડ કપ રમ્યો હોય. તે ન્યુઝીલેન્ડ માટે 2014 અને 2016નો T20 વર્લ્ડ કપ રમ્યો હતો. હવે 2024માં તે અમેરિકન ટીમ માટે T20 વર્લ્ડ કપ રમી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement