For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાની યુનિ.ઓમાં ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે ઘમાસાણ

05:38 PM May 02, 2024 IST | Bhumika
અમેરિકાની યુનિ ઓમાં ઈઝરાયલ પેલેસ્ટાઈન મુદ્દે ઘમાસાણ
Advertisement

ન્યુયોર્કથી લોસ એન્જલસ સુધીની યુનિવર્સિટીઓ-કોલેજોમાં ઈઝરાયેલ વિરોધી દેખાવોથી પોલીસનો હસ્તક્ષેપ : 300ની ધરપકડ

Advertisement

અમેરિકાને ઈઝરાયેલનું સમર્થક માનવામાં આવે છે, પરંતુ આ દિવસોમાં ત્યાંની યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં નારા સંભળાઈ રહ્યા છે. બુધવારે ઇઝરાયેલ વિરુદ્ધની હિલચાલ વધુ તીવ્ર બની હતી. જેના કારણે ન્યૂયોર્કથી લોસ એન્જલસ સુધીની ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પોલીસ બોલાવવી પડી હતી. પેલેસ્ટાઈન તરફી આંદોલનકારીઓએ ઘણી જગ્યાઓ કબજે કરી લીધી હતી અને તેઓ પાછા ખસવા તૈયાર ન હતા. અંતે પોલીસની મદદથી તેમને ઘણી જગ્યાએથી હટાવવા પડ્યા હતા. એકલા ન્યુયોર્કમાં અત્યાર સુધીમાં 300 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે કહ્યું કે મંગળવારે રાત્રે ન્યૂયોર્કની સિટી કોલેજ અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી 300 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે, પોલીસે કોલંબિયા યુનિવર્સિટીની એક ઇમારત ખાલી કરાવી, જે છેલ્લા બે દિવસથી પેલેસ્ટાઈન સમર્થકો દ્વારા ઘેરાયેલી હતી. આ સિવાય યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. બુધવારે સવારે પોલીસે અહીં પહોંચીને ભીડને વિખેરી નાખી હતી.

વાસ્તવમાં એક તરફ ઈઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે તો બીજી તરફ તેના સમર્થકો પણ રસ્તા પર ઉતરી રહ્યા છે. જેના કારણે અમેરિકામાં હિંસાનો ભય છે.

અમેરિકાની તુલેન યુનિવર્સિટી અને એરિઝોના યુનિવર્સિટીમાં પણ આવી જ સ્થિતિ છે. એરિઝોના યુનિવર્સિટીમાં પોલીસે દેખાવકારોને વિખેરવા માટે પાણીનો છંટકાવ કરવો પડ્યો હતો.

ઈઝરાયલ તરફી દેખાવકારોએ જય શ્રીરામના નારા લગાવ્યા
અમેરિકાની યુનિવર્સિટીમાં ઈઝરાયલ તરફી દેખાવકારોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય તે છે કે મુસ્લીમમાંથી હિન્દુ બનેલો શાયાન અલિ ક્રિષ્ણા પણ ઈઝરાયલ તરફી દેખાવકારોમાં અગ્રીમ રહ્યો હતો. પાકિસ્તાનમાં જન્મેલા આ શાયાન અલિ ક્રિષ્ણાએ કહ્યું હતું કે હૃદયથી હું ભારતીય છું. પસંદગીથી હું અમેરિકન છું. તેણે ઈઝરાયલનો ધ્વજ પણ પોતાની ફરતો વીંટાળેલો હતો. આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. વીડીઓમાં તે તેમ કહેતો દેખાય છે કે તેણે પોતાની ફરતો ઈઝરાયલી ધ્વજ પણ વીંટાળ્યો છે. આ શાયાન અલિ ક્રિષ્ણાએ ભારત વિરોધી વલણ રાખનારાઓની પણ ટીકા કરી હતી. તેણે જય શ્રીરામના નારા લગાવવા સાથે ઈઝરાયલ તરફી પણ નારા લગાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement