For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૂકી દ્રાક્ષનું સેવન આંતરિક સ્વાસ્થ્યથી લઈને વાળ અને ત્વચા સુધી કામ કરે છે

12:28 PM Jan 20, 2024 IST | Bhumika
સૂકી દ્રાક્ષનું સેવન આંતરિક સ્વાસ્થ્યથી લઈને વાળ અને ત્વચા સુધી કામ કરે છે

સૂકી દ્રાક્ષના સ્વાદથી તો દરેક વ્યક્તિ પરિચિત છે, પરંતુ શું તમે તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો છો? તમને જાણીને નવાઈ લાગશે કે નાની સાઈઝની કિસમિસ માત્ર તેની મીઠાશ પુરતી સીમિત નથી, પરંતુ શરીરને લગતી ઘણી સામાન્ય અને ગંભીર બીમારીઓના ઈલાજ માટે તેનું સેવન કરી શકાય છે. તે પાચન સુધારવાથી લઈને શરીરમાં એનર્જી વધારવા સુધીનું કામ કરી શકે છે.જો તમારા મનમાં કિસમિસ વિશે ઉત્સુકતા જાગી છે, તો આ લેખને અંત સુધી ચોક્કસ વાંચો. કિસમિસ આંતરિક સ્વાસ્થ્યથી લઈને ત્વચા અને વાળ સુધી કામ કરે છે.

Advertisement

કિસમિસની ગણતરી પસંદગીના સૂકામેવામાં થાય છે, જે દ્રાક્ષના સૂકા સ્વરૂૂપ છે, એટલે કે તેને બનાવવા માટે દ્રાક્ષને સૂકવવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા ઔષધીય ગુણો તેમાં જોવા મળે છે, જે દ્રાક્ષમાં હોય છે. કિસમિસ આયર્ન, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આના નિયમિત સેવનથી પાચન તંત્ર અને રોગપ્રતિકારક શક્તિ તેમજ હાડકાં અને સ્નાયુઓ સ્વસ્થ રહે છે. ચાલો, જાણીએ કે કિસમિસ શરીરના આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્યને જાળવવામાં કેવી રીતે મદદ કરી શકે છે.

1. એનિમિયા થી રાહત
એનિમિયા જેવા રોગને દૂર કરવા માટે કિસમિસનું સેવન કરી શકો છો. શરીરમાં આયર્નની ઉણપથી એનિમિયા જેવી બીમારીઓ થાય છે અને કિસમિસ આ ઉણપને પૂરી કરવાનું કામ કરે છે. કિસમિસમાં આયર્ન અને વિટામિન-બી ભરપૂર માત્રામાં હોય છે, જે એનિમિયા માટે ફાયદાકારક સાબિત થાય છે.

Advertisement

2. પાચનમાં મદદ કરે છે
પાચન પ્રક્રિયાને યોગ્ય રાખવા માટે તમે દરરોજ થોડી કિસમિસ ખાઈ શકો છો. કિસમિસ અન્ય જરૂૂરી પોષક તત્વોની સાથે ફાઈબરથી ભરપૂર હોય છે. ફાઈબર ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને કબજિયાતમાં પણ રાહત આપે છે.કિસમિસનું દૈનિક સેવન તમને આંતરડાના કાર્ય માં મદદ કરશે અને તેમાં હાજર ફાઇબર ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરશે. દરરોજ કિસમિસનું સેવન પાચન સ્વાસ્થ્ય માટે અસરકારક વિકલ્પ બની શકે છે.

3. હાડકાં માટે
પાચન તંત્ર ઉપરાંત હાડકાને પણ કિશમિશ ખાવાથી ફાયદો થાય છે. તે કેલ્શિયમનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, જે હાડકાના સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક તત્વ છે. શરીરમાં કેલ્શિયમનું સ્તર જળવાઈ રહેવાથી આર્થરાઈટિસ જેવી સમસ્યાઓ મા્ રાહત મળે છે.

4. કેન્સર માટે ઉપયોગી
તમને જાણીને નવાઈ લાગશે કે કિસમિસ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ ઘટાડી શકે છે.

5. એસિડિટી
એસિડિટી એક સામાન્ય સમસ્યા છે, જે ખોરાકમાં ગરબડને કારણે થાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે કિસમિસની મદદ લઈ શકો છો. કિસમિસમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો એસિડિટી ઘટાડવાનું કામ કરે છે. આ ઉપરાંત, આ પોષક તત્વો સંધિવા, કિડનીની પથરી અને હૃદય રોગ જેવા રોગોને રોકવામાં પણ મદદ કરે છે.

6. આંતરિક શક્તિ માટે
દ્રાક્ષને સૂકવ્યા બાદ તેમાં રહેલા પોષક તત્ત્વો વધુ કેન્દ્રિત થઈ જાય છે. તમે દરરોજ નાસ્તામાં અડધી મુઠ્ઠી કિસમિસ લઈ શકો છો. તે ઇ વિટામીનથી ભરપૂર છે, જે તમને દિવસભર ઉર્જાવાન રાખવામાં મદદ કરશે. આ પોષક તત્વો સિવાય તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ પણ ઉર્જાનો સારો સ્ત્રોત છે. ખાસ કરીને, વધુ શારીરિક શ્રમ કરનારા લોકો તેમના રોજિંદા જીવનમાં કિસમિસને સ્થાન આપી શકે છે.

7. આંખો માટે
આંખો માટે પણ કિસમિસના ઘણા ફાયદા છે. તે પોલિફેનોલિક ફાયટોન્યુટ્રિઅન્ટ્સ નામના આવશ્યક તત્વથી ભરેલું છે, જે અસરકારક એન્ટીઑકિસડન્ટ છે અને આંખોની રોશની મજબૂત રાખવામાં મદદ કરે છે. કિસમિસમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ આંખને નુકસાન પહોંચાડનારા રેડિકલ સામે રક્ષણ આપે છે, જે મોતિયા તરફ દોરી શકે છે.

8. મોં અને દાંતની સંભાળ
કિસમિસ મોં અને દાંતના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ઓલેનોલિક એસિડ હોય છે, જે દાંતના સડો અને પોલાણને અટકાવે છે.તઆ ઉપરાંત કિસમિસ દાંતની સારી સ્થિતિ જાળવી રાખવા માટે મોઢામાં બેક્ટેરિયાના વિકાસને પણ અટકાવે છે. તેમાં કેલ્શિયમની સારી માત્રા હોવાથી તે દાંતની છાલ અને તૂટવાની સ્થિતિને નિયંત્રિત કરે છે.

9. વજન વધારવામાં મદદરૂૂપ
જો તમારું વજન ઓછું છે અને તમારું વજન વધારવા માંગો છો, તો કિસમિસ તમને મદદ કરી શકે છે. કિસમિસમાં ભરપૂર માત્રામાં ફ્રુક્ટોઝ હોય છે, જે શરીરનું વજન વધારવામાં મદદ કરે છે.

10. હાઈ બ્લડ પ્રેશર
હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો રોજિંદા જીવનમાં કિસમિસને સ્થાન આપી શકે છે.કિસમિસ સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, એક રિપોર્ટ અનુસાર, કિસમિસ હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિને નિયંત્રિત કરી શકે છે.હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે તમે ચોથા ભાગની માત્રામાં કિસમિસનું સેવન કરી શકો છો.કિસમિસ જ નહીં તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક, બાળકોના શારીરિક વિકાસમાં વધારો કરે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે.

Advertisement
Tags :
Advertisement
Advertisement