For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભવનાથને પ્લાસ્ટિક મુકતના બદલે યાત્રિ મુકત કરવા કાવતરું

12:34 PM Apr 24, 2024 IST | Bhumika
ભવનાથને પ્લાસ્ટિક મુકતના બદલે યાત્રિ મુકત કરવા કાવતરું

તંત્ર દ્વારા ભવનાથને ઈકો સેન્સેટિવ ઝોન ની કડક અમલવારી ના ભાગરૂૂપે ભવનાથમાં પ્લાસ્ટિકને અટકાવવા માટે ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. તેને લઈને વિવાદ સર્જાતાં તંત્ર દ્વારા હાઇકોર્ટનાં આદેશનું અને ગેજેટ નું ખોટું અર્થઘટન કરી રહ્યું છે. તેમજ ભવનાથમાં વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. આ વિસ્તાર ઇકો સેન્સેટીવ ઝોન માં આવતો હોય તેની અમલવારી ના નામે પ્લાસ્ટિકમુક્ત ગિરનારનું સૂત્ર લાગુ કરીને ભવનાથને યાત્રિકો મુક્ત કરવાનું કારસ્તાન ચલાવી રહેતા હોવાનો આક્ષેપ અંબાજી મંદિરના મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુએ કર્યો છે.

Advertisement

ભવનાથ વિસ્તાર ને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન જે ચાલી રહ્યું છે, તે આ વિસ્તારમાં આવતા યાત્રિકો માટે દુ:ખદ છે. ભારત સરકારનું ગેજેટ વર્ષ 2012માં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિસ્તાર ને ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કર્યો છે. તેમાં ક્યાંય પ્લાસ્ટિક પર પ્રતિબંધ ની વાત નથી માત્ર પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવાની તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત હાઇકોર્ટનો હુકમ પણ યોગ્ય રીતે સમજવાની જરૂૂર છે.

તેમાં જો આવો આદેશ હોય તો સરકાર વતી હાઈકોર્ટનું માર્ગદર્શન માગવું જોઈએ કે પ્લાસ્ટિક મુક્ત એટલે કોઈપણ વસ્તુ ન લઇ જવી કે પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવો? આ બાબતે તંત્ર જે અમલવારી શરૂૂ કરી છે તેનાથી એવું લાગી રહ્યું છે, કે આવનારા સમયમાં ભવનાથ પ્લાસ્ટિક મુક્ત નહિ પરંતુ યાત્રિકો મુક્ત બની જશે. આ મામલે સરકારે યોગ્ય માર્ગદર્શન સાથે અમલવારી કરાવવી જોઈએ.

Advertisement

બાપુએ વધુમા જણાવ્યુ કે, સરકારે અને પ્રશાસને ગિરનાર અને ભવનાથ ની યાત્રાએ આવતા યાત્રીઓ માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી, બેસવા માટેના કે બાંકડા અને ટોયલેટ બ્લોક વગેરેનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરતાં પહેલાં ગિરનારની યાત્રાએ આવતા યાત્રીઓ માટે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાની ખાસ જરૂૂરિયાત છે. પીવાનું પાણી પણ જો ઉપર ન મળતું હોય એ આપણા માટે શરમજનક બાબત કહેવાય.

તંત્ર દ્વારા યોગ્ય અમલવારી કરવામાં નહિં આવે તો આવનારા સમયમાં સનાતન ધર્મ સાથે સંકળાયેલા તમામ સંતો મેદાનમાં ઉતરશે. કારણ કે યાત્રિકો ભવન્ત: તીર્થક્ષેત્રની શાન છે. જેથી તેમને થતી કનડગત એ ધર્મ સાથે છેડછાડ જેવી છે. માટે તંત્ર યોગ્ય નિર્ણય નહીં કરે તો સંત સમાજ મેદાનમાં ઉતરશે અને આંદોલન કરતાં પણ અચકાશે નહીં. જેની જવાબદારી વહીવટી તંત્રની અને સરકારની બની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement