For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છત્તીસગઢમાં કોંગ્રેસનું વર્ચસ્વ કે BJPની બનશે સરકાર ,જાણો એક્ઝિટ પોલના આંકડા શું કહે છે

06:16 PM Nov 30, 2023 IST | Bhumika
છત્તીસગઢમાં કોંગ્રેસનું વર્ચસ્વ કે bjpની બનશે સરકાર  જાણો એક્ઝિટ પોલના આંકડા શું કહે છે

Advertisement

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી પહેલા છત્તીસગઢના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં અહીં 78 ટકા મતદાન થયું હતું. જ્યારે 17 નવેમ્બરે બીજા તબક્કામાં 70 બેઠકો પર મતદાન થયું હતું. બીજા તબક્કામાં પણ અહીં 75 ટકાથી વધુ મતદાન થયું હતું. 3 ડિસેમ્બરે પરિણામ આવશે. છત્તીસગઢની 90 બેઠકોના એક્ઝિટ પોલ જાહેર થયાં છે. એક્ઝિટ પોલ અનુસાર રાજ્યમાં ફરી ભૂપેશ બઘેલ સરકાર આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસને 40-50, ભાજપને 36-46 બેઠકો મળવાની ધારણા છે.

એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા છે. તાજેતરની માહિતી અનુસાર, છત્તીસગઢમાં કોંગ્રેસ 36 થી 46 બેઠકો જીતી શકે છે જ્યારે ભાજપ 40 થી 50 બેઠકો જીતી શકે છે. આમાં પણ અન્યને મળી શકે તેવી બેઠકોના આંકડા 1 થી 5 સુધીના છે. છત્તીસગઢમાં કુલ 90 બેઠકો છે અને બધી બેઠકોના પોલ જાહેર થયાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement