For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસે હવે ટ્રાફિક સમસ્યામાં કુદાવ્યું, લોકોને ફરિયાદો-સૂચનો મોકલવા આહ્વાન

05:00 PM Jun 29, 2024 IST | admin
કોંગ્રેસે હવે ટ્રાફિક સમસ્યામાં કુદાવ્યું  લોકોને ફરિયાદો સૂચનો મોકલવા આહ્વાન

રાજકોટના અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા બંધ કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનો દ્વારા કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસ હવે પ્રજાના પ્રશ્ર્નો લઈને સરકાર અને સ્થાનિક તંત્ર સામે આક્રમક બની છે અને શહેરની મુખ્ય ગણાતી ટ્રાફીક સમસ્યા અંગે મેદાને પડી છે. શહેરમાં અસંખ્યા ઓવર અને અંડરબ્રીજ બનવા છતાં પણ લોકોને ટ્રાફીક સમસ્યામાંથી મુક્તિ મળી નથી અને સવાર સાંજ ટ્રાફીકમાં ફસાઈ રહ્યાં છે.

Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું છે કે, યાદી મુજબ રાજકોટ શહેર એ મેગાસિટીની હરણફાળ તરફ આગળ ધપી રહેલું શહેર છે. રાજકોટમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર અને શૈક્ષણિક હબ બની ગયું છે. રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા માં અંધાધુંધી અને અરાજકતા ફેલાઈ રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનવા છતાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવેલ નથી. શહેરના માધાપર ચોકડી, મવડી ચોકડી, રાજનગર ચોક, ચંદ્રેશ નગર ચોક, એસ્ટ્રોન નાલા પાસે, હોસ્પિટલ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, કોઠારીયા રોડ ચોકડી નાલા પાસે, ગોંડલ રોડ ચોકડી, કાલાવડ રોડ, લોધાવાડ ચોક, ઢેબર રોડ, મક્કમ ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની છે. રાજકોટ શહેર પોલીસ અને ટ્રાફિક વોર્ડન ટ્રાફિક નિયમનને બદલે જાહેર ચોકમાં સાઈડમાં બેસી મોબાઇલમાં અને વાતચીતમાં મશગુલ હોય છે. અને હાઇવે પર તોડબાજી કરતા જોવા મળે છે અને રાજકોટ શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ને શહેરીજનો પાસેથી તોતિંગ દંડ વસૂલવા નો ટાર્ગેટ આપેલ હોય તેમ સરકારની તિજોરી ભરી રહ્યા છે. અને શહેરીજનોના ખિસ્સા પર કાતર ફેરવાઈ રહી છે.

રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા જટીલ બની રહી છે ત્યારે ટ્રાફિક સમસ્યા, ફરિયાદો પ્રશ્નો ઉકેલવા અંગે શહેરીજનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલયે, હોટલ લેમન ટ્રી વાળી શેરી, જિલ્લા પંચાયત ચોક, જાગનાથ પ્લોટ શેરી નંબર 41, રેસકોર્સ સામે, રાજકોટ - 360001 ખાતે તારીખ - 14/7/2024 સુધીમાં રૂૂબરૂૂમાં અથવા પોસ્ટ દ્વારા બે નકલમાં લેખિતમાં મોકલી આપવા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. આવેલ તમામ વ્યાજબી પ્રશ્નો અને ફરિયાદો અંગે આગામી સપ્તાહમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆતો કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement